લાંચ કેસ પકડાયેલો વચેટિયો રિમાન્ડ પૂરા થતા જેલમાં
હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ હજી પણ ફરાર
વડોદરા,જરોદ પોલીસ સ્ટેશનના ચકચારભર્યા લાંચકેસમાં સંડોવાયેલા હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ વતી પૈસા લેવા ગયેલા વચેટિયાના રિમાન્ડ પૂરા થતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
જરોદમાં એલપીજી ટેન્કરમાંથી ઝડપાયેલા ગેસચોરીના કૌભાંડની તપાસમાં ધરપકડ થયેલા આરોપીઓને ગોડાઉન ભાડે આપ્યા બાદ તાત્કાલિક ખાલી કરાવનારને દમ મારી જરોદ પોલીસ સ્ટેશનના વહીવટદાર એવા હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહે રૃા.૫ લાખની લાંચ માંગી હતી. નિર્મલસિંહ વતી લાંચ લેવા ગયેલા ભરત જયસ્વાલને એસીબીએ ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા હતા. આજે તેના રિમાન્ડ પૂરા થતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.જોકે, નિર્મલસિંહ હજી પણ ફરાર છે. ઉલ્લેખનીય છે કે, નિર્મલસિંહ વિરુધ્ધ વર્ષ-૨૦૨૦માં પણ એક લાખથી વધુ રકમની લાંચની માંગણી થઇ હોવાની એક ભંગારના વેપારીએ એસીબીમાં ફરિયાદ થઇ હતી.