Get The App

યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોથી મોકલેલા BAPSના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે- એસ જયશંકર

પ્રમુખસ્વામી મહારાજ 19797માં રણ બેઠા બેઠા બોલ્યા હતા કે અહી અબુધાબીમાં મંદિરનું નિર્માણ થાય’- અશોક કોટેચા

“આજથી ૧૦ વર્ષ પહેલાં મે પ્રમુખસ્વામી મહારાજના દર્શન થયા તે દિવસ મારા માટે ખૂબ જ પુણ્યનો દિવસ હતો- નજમ અલ કૂદસી

Updated: Jan 6th, 2023


Google NewsGoogle News

 યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોથી મોકલેલા BAPSના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે- એસ જયશંકર 1 - imageઅમદાવાદ,

પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત શુક્રવારે અખાતી દેશ દિવસની ઉજવણીમાં મિડલ ઇસ્ટ દેશોના અનેક મોટા ઉદ્યોગપતિઓ, સામાજીક અગ્રણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.  જેમાં તેઓ પ્રમુખસ્વામી મહારાજને યાદ કરીને તેમણે દેશોના સીમાડાને ભુલીને તમામને શાંતિનો સંદેશો આપ્યો હતો. જેના કારણે આજે આબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર શક્ય બન્યું છે.

 

યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોથી મોકલેલા BAPSના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે- એસ જયશંકર 2 - imageભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું કે આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગર્વ અને સૌભાગ્યની વાત છે. પ્રમુખસ્વામી મહારાજને વિશ્વગુરુ તરીકે ઓળખવામાં આવે છે કારણકે તેઓએ ૫૦ થી વધુ દેશોમાં વિચરણ કર્યું છે ૧૭,૦૦૦ થી વધુ ગામડાઓમાં વિચરણ કર્યું છે ૧૨૦૦ થી વધારે મંદિરોનું નિર્માણ કર્યું છે ૭ લાખથી વધારે પત્રો લખીને હરિભક્તોને આશીર્વાદ આપ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે નાતજાત અને ઊંચનીચના ભેદભાવ વગર તમામ લોકોને અપનાવ્યા છે. આજે મહંત સ્વામી મહારાજ ના દર્શન અને આશીર્વાદ મળ્યા એ મારા માટે સૌભાગ્યની વાત છે. અબુધાબી માં બનનાર મંદિર પ્રમુખસ્વામી મહારાજની આધ્યાત્મિકતા અને દિવ્યતાની શક્તિ છે. ખાડી દેશોના બે મંદિરોનું નિર્માણ થવું એ ચમત્કારથી પણ મોટી વાત છે અને આવનારા વર્ષોમાં થાઇલેન્ડ પેરિસ સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પણ BAPS મંદિરોનું નિર્માણ થશે એવું હું દ્રઢપણે માનું છું. દિલ્હી અક્ષરધામની ભવ્યતા દિવ્યતા,શિસ્ત,પ્રબંધન વગેરે જોઈને હું ખૂબ જ અભિભૂત થયો હતો જે મારો બી.એ.પી.એસ સંસ્થા સાથેનો પ્રથમ પરિચય હતો. બી.એ.પી.એસ સંસ્થાનું સ્વયંસેવક દળ અને તેમનું સમર્પણ નિઃસ્વાર્થ સેવા તેમજ પ્રબંધન એ વિશ્વભરમાં લોકો માટે શીખવાનો વિષય છે. યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોથી મોકલેલા BAPSના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે અને તેની પાછળ પ્રમુખસ્વામી ની ભાવના "બીજા ના સુખમાં આપણું સુખચરિતાર્થ થતી દેખાય છે. સંવેદનશીલતાસેવાસમુદાય અને માનવતા આ ચાર આદર્શો આ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થામાં જોવા મળે છે.આધુનિકતા અને સંસ્કૃતિનો સુભગ સમન્વય આ બી.એ.પી.એસ સંસ્થા અને તેના મંદિરોમાં જોવા મળે છે. વ્યક્તિગત સ્પર્શ એ પ્રમુખસ્વામી મહારાજ અને આ સંસ્થાની આગવી વિશેષતા છે. "વસુધૈવ કુટુમ્બકમની ભાવના આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જોવા મળે છે અને તે આજના વિશ્વમાં ખૂબ જ જરૂરી છે.

 

યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોથી મોકલેલા BAPSના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે- એસ જયશંકર 3 - imageનિર્માણાધીન અબુધાબી બી. એ. પી. એસ. હિન્દુ મંદિરના ટ્રસ્ટી અશોક કોટેચાએ જણાવ્યું હતું કે  આજે પણ યાદ છે કે પ્રમુખસ્વામી મહારાજ  એપ્રિલ ૧૯૯૭ માં રણની વચ્ચે ગરમીમાં ઠાકોરજીને લઈને બેઠા હતા અને ભજન ચાલતું હતું. પછી પ્રમુખસ્વામી મહારાજે ધૂન શરૂ કરી અને બોલ્યા કેવિશ્વમાં શાંતિ થાય , વિશ્વનાં દેશો વચ્ચે એકતા થાય  અને અંતે બોલ્યા કે અહી અબુધાબીમાં મંદિરનું નિર્માણ થાય’. આજે અબુધાબીમાં મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે તેની પાછળ પ્રભુને કેન્દ્રમાં રાખીને પ્રમુખસ્વામી મહારાજે કરેલી પ્રાર્થના રહેલી છે.

 

BAPSના પરમવંદન સ્વામીએ જણાવ્યું કે  પ્રમુખસ્વામી મહારાજ અને ગુરુપરંપરાના જીવનમાં પુરુષાર્થની સાથે ભગવાનની પ્રાર્થનાને પણ પ્રાથમિકતા આપી છે. આજે મહંતસ્વામી મહારાજનાના જીવનમાં પણ પ્રાર્થનાની પ્રાથમિકતા જોવા મળે છે અને તેઓ વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે નિયમિત પ્રાર્થના કરે છે. અબુધાબીનું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ આસ્થાનું સ્થાન છે તેની સાથે સૌહાર્દ અને સંવાદિતાનું કેન્દ્ર પણ છે. ૧૯૯૯માં પ્રમુખસ્વામી મહારાજ ઇજિપ્તની ધર્મયાત્રા માં ગયા હતા અને ત્યાં મ્યુઝિયમ ઓફ હિસ્ટરીમાં ઇજિપ્તના રાજાઓ માટે પ્રમુખસ્વામી મહારાજે તેમના કલ્યાણ માટે સ્વામિનારાયણ ધૂન કરી હતી.

 

યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોથી મોકલેલા BAPSના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે- એસ જયશંકર 4 - imageBAPS ના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગરસ્વામીએ જણાવ્યું કે  પ્રમુખસ્વામી મહારાજને બાહરીનના રાજા એ કહ્યું હતું કે "તમે બાહરીન ને તમારું ઘર બનાવો અને વારંવાર આવતા રહો" અને ત્યાં પણ સરકારના કાયદા મુજબ હરિમંદિરની  મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ અને અત્યારે સંસ્થાને ૪ એકર જમીન મંદિર નિર્માણ માટે મળી છે.

 

યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોથી મોકલેલા BAPSના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે- એસ જયશંકર 5 - imageBAPS ના વરિષ્ઠ સંત પૂ. આત્મસ્વરૂપસ્વામીએ જણાવ્યું,કે  ૧૯૯૯માં પ્રમુખસ્વામી મહારાજ ઇઝરાયેલની વેલિંગ વોલ જોવા હતા હતા અને ત્યાં જઈને પ્રમુખસ્વામી મહારાજે ૨ ફૂલ પુષ્પો મૂકીને પ્રાર્થના કરી હતી.પ્રમુખસ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે કેમ ૨ પુષ્પો મૂક્યા ત્યારે પ્રમુખસ્વામી મહારાજે જવાબ આપતા કહ્યું કે , " ૧ પુષ્પ અત્યાર સુધી તે સ્થળ પર આવેલા લોકો એ કરેલી બધી પ્રાર્થનાની પરિપૂર્તિ થાય અને બીજું પુષ્પ ભવિષ્યમાં આવનાર લોકો જે પ્રાર્થના કરે તેની પણ પરિપૂર્તિ થાય એવી ઉદ્દાત ભાવના પ્રમુખસ્વામી મહારાજની હતી.

 

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સીલના પૂર્વ CEO, શ્રી નજમ અલ કૂદસીએ જણાવ્યું,  કે આજથી ૧૦ વર્ષ પહેલાં મે પ્રમુખસ્વામી મહારાજના દર્શન અમદાવાદ સ્થિત શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કર્યા હતા એ દિવસ મારા માટે ખૂબ જ પુણ્યનો દિવસ હતો.પ્રમુખસ્વામી મહારાજના વ્યક્તિત્વની મારા પર ખૂબ જ ઊંડી અસર પડી હતી. અક્ષરધામ મંદિર હુમલા વખતે પ્રમુખસ્વામી મહારાજે આપેલો શાંતિ નો સંદેશો એ ખૂબ જ પ્રભાવક હતો. પ્રમુખસ્વામી મહારાજનો પ્રભાવ એવો છે કે આજે સાઉદી અરેબિયામાં પણ લોકો હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ અને એ પી જે અબ્દુલ કલામ સાહેબની મિત્રતા અનોખી હતી.

 

સિપ્રોમેડ ગ્રુપ, માડાગાસ્કરના ચેરમેન & સીઇઓ શ્રી ઇલિયાસ અકબર અલીએ જણાવ્યું કે  પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું અને મહંત સ્વામી મહારાજના દર્શન કરવા મળ્યા એ મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને હું ખૂબ જ અભિભૂત છું , અહીંની સ્વચ્છતા , પ્રબંધન , સમર્પણ વગેરે અદ્ભુત છે. પ્રમુખસ્વામી મહારાજે આપણને શાંતિ , સંવાદિતા, ,ભલાઈ , પ્રેમ વગેરે ના પાઠ શીખવ્યા છે અને તે બધું આ નગરમાં જોવા મળે છે. હું બાળકોને કહેવા માગું છું કે ,પ્રમુખસ્વામી મહારાજે બતાવેલા આદર્શો અને મૂલ્યો ક્યારેય ભુલતા નહી અને જો તેનું પાલન કરશો તો જીવનમાં ખૂબ જ આગળ વધશો.વિશ્વભરમાંથી આવેલા ૮૦,૦૦૦ સ્વયં સેવકોનું સમર્પણ જોઈને હું નતમસ્તક છું કારણકે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ વગર આ શક્ય નથી. અબુધાબીમાં બની રહેલું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ પ્રમુખસ્વામી મહારાજનો વારસો છે અને આ મંદિર બે અલગ અલગ સંસ્કૃતિને એક મંચ પર લાવશે. પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામ હુમલા પછી શાંતિ સંદેશો આપીને વિશ્વભરમાં માણસાઈનો સંદેશ પહોંચાડ્યો છે.

 

ભારત ખાતેના સિરીયાના રાજદૂત ડો. ડો. બસમ અલ ખાતીબે જણાવ્યું, કે આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દર્શાવેલા માનવીય મૂલ્યોનું દર્શન કરીને હું ખૂબ જ ગૌરવ અનુભવું છું અને પ્રમુખસ્વામી મહારાજે પ્રેમની ભાષા વિશ્વભરમાં લોકોને શીખવી છે.”    

 

યુએઇ  ખાતે ભારતના કોનસુલ  જનરલ ડો. અમન પૂરીએ પોતાના મંતવ્યમાં કહ્યું કે  પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતા નો સંદેશો આપ્યો છે અબુધાબીમાં બની રહેલું હિન્દુ સ્વામિનારાયણ મંદિર એ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

 

યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોથી મોકલેલા BAPSના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે- એસ જયશંકર 6 - imageBAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ સંબોધનમાં કહ્યું કે  અબુધાબીમાં પરંપરાગત હિન્દુ મંદિર નું નિર્માણ થઇ રહ્યું છે તે પ્રમુખસ્વામી મહારાજના પ્રાર્થના અને આશીર્વાદ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ની ઇચ્છાશક્તિ વગર શક્ય નહોતું. ભગવાનની દયા હોય અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ હોય તો આ દુનિયામાં કઈ જ અશકય નથી. અબુધાબીનું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ બે જુદી જુદી સભ્યતા , સંસ્કૃતિ , વિચારો , નાગરિકો વગેરેને વધુ નજીક લાવશે અને તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રાર્થના રહેલી છે. અબુધાબીની વિશાળ મસ્જિદમાં મહંત સ્વામી મહારાજ અને શેખ નહયાનનો ફોટો મૂકવામાં આવ્યો છે જે વિશ્વભરમાં સંવાદિતાનો સંદેશો આપે છે.પ્રમુખસ્વામી મહારાજ દરેક ધર્મો,દરેક દેશો,દરેક સભ્યતા,દરેક માણસોને જોડતા સેતુ સમાન હતા. સૂર્ય,પૃથ્વી,પાણી,આકાશ,પ્રકાશ આ પાંચ તત્વો સમગ્ર માનવજાત માટે છે તે રીતે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર માનવજાત માટે જીવ્યા હતા. અબુધાબી અને બાહરીનમાં બનનાર સ્વામિનારાયણ હિન્દુ મંદિર છે દંતકથા સમાન છે.

 


શ્રીક્ષેત્ર ધર્મસ્થળ,કર્ણાટકના ધર્માધિકારી પદ્મશ્રી વીરેન્દ્ર હેગડેએ જણાવ્યું, કે પ્રમુખસ્વામી મહાર્જની સાધુતા અને સાદગી ખૂબ જ અદ્ભુત હતી અને તેમાથી ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ પણ પ્રભાવિત થયા હતા. મુખસ્વામી મહારાજ નગરના સ્વયંસેવકોનું સમર્પણ ખૂબ જ અદ્ભુત છે.

 પૂર્વ સેક્રેટરી ઓફ લેબર યુએસએના શ્રી થોમસ પેરેઝે જણાવ્યું,પ્રમુખ સ્વામિ મહારાજ શતાબ્દી મહોત્સવ ખૂબ જ અદ્ભુત છે કારણકે કે તેમનું જીવન જ તેમનો સંદેશો હતો અને તેઓ સમગ્ર જીવન "બીજાના ભલામાં આપનું ભલું" એ ભાવના સાથે જીવ્યા છે. બીએપીએસ સંસ્થાએ અનેક કુદરતી આપત્તિઓમાં સમાજસેવા નું અનોખુ કાર્ય કર્યું છે તે ખૂબ જ પ્રશસનીય છે. અહીંના સ્વયંસેવકોએ માત્ર ભારતનું નહિ પરંતુ વિશ્વભરના ભવિષ્ય છે.

 યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોથી મોકલેલા BAPSના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે- એસ જયશંકર 7 - imageપરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યુંપ્રમુખસ્વામી મહારાજે અખાતી દેશોમાં કરેલું વિચરણ અને અથાગ પુરુષાર્થનું પરિણામ અબુધાબી નું મંદિર છે જે શાંતિનું ધામ બનશે અને બેનમૂન બનશે તેમજ બાહરીનમાં પણ અદ્ભુત મંદિર બનશે જે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધારશે. ભગવાન સૌનું ભલું કરે તે પ્રાર્થના કરીએ છીએ"

  

 

 



 


Google NewsGoogle News