ખુલ્લામાં રખાયેલી વાનગીઓના કારણે યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલની મેસને નોટિસ

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
ખુલ્લામાં રખાયેલી વાનગીઓના કારણે યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલની મેસને નોટિસ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં આજે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું.

 તહેવારોની સીઝનમાં  આરોગ્ય વિભાગની ટીમો એમ પણ વડોદરામાં ઠેર ઠેર ચેકિંગ કરી રહી છે ત્યારે હોસ્ટેલની મેસમાં પણ ભોજનને લઈને ફરિયાદ મળ્યા બાદ આરોગ્ય વિભાગની એક ટીમ પહોંચી હતી.મળતી વિગતો પ્રમાણે આ ટીમને ચકાસણી દરમિયાન કેટલીક વાનગીઓ ખુલ્લી રખાયેલી જોવા મળી હતી.જેના કારણે મેસ સંચાલકને શિડયુલ ચારની નોટિસ આપવામાં આવી છે.

તેની સાથે સાથે ટીમે નૂડલ્સ, પાસ્તા તેમજ મરચાના સેમ્પલ પણ લીધા હતા.લગભગ ૪૦ જેટલી  વિદ્યાર્થિનીઓના ટીમે ભોજનની ગુણવત્તાને લઈને નિવેદન પણ લીધા હોવાનુ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગર્લ્સ હોસ્ટેલમાં ૧૦ થી ૧૨ વિદ્યાર્થિનીઓ બીમાર પડી હતી અને રોગચાળાનો ખતરો ઉભો થયો હતો.જેને લઈને પણ આ ચેકિંગ હાથ ધરાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.



Google NewsGoogle News