લોકસભાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને પાંચ લાખથી વધુ મતથી જીતાડવાનું આયોજન: વડોદરામાં બેઠક મળી

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
લોકસભાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને પાંચ લાખથી વધુ મતથી જીતાડવાનું આયોજન: વડોદરામાં બેઠક મળી 1 - image

વડોદરા,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર

વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીના માર્ગદર્શન હેઠળ આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે વડોદરા લોકસભા બેઠક માટેની માર્ગદર્શન બેઠક મળી હતી. વડોદરા લોકસભા બેઠકના કલ્સટર પ્રભારી પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિતના અગ્રણીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં વડોદરા સહિત ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખથી વધુ મતથી ભાજપ વિજેતા બને તે માટે અમે આજે અહીં એકત્રિત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આગામી દિવસોમાં ભારત વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યું છે ત્યારે તેમાં વડોદરા કેવી રીતે અગ્રેસર રહે? અને વડોદરા કેવી રીતે સહયોગ આપી શકે? તે માટે ચર્ચા કરવા અમે અહી ભેગા થયા છે.


Google NewsGoogle News