વડોદરા કોર્પોરેશનના બજેટની ચર્ચા કરવા બેઠકનો પ્રારંભ: સ્થાયી સમિતિ અધ્યક્ષએ બજેટ મેયરને સુપ્રત કર્યું
Image Source: Twitter
વડોદરા, તા. 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નું વર્ષ 2023/24નું રિવાઇડ્ઝ અને 2024/25નું ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં મેયર પિંકીબેન સોનીને સુપ્રત કર્યું હતું અને તેમણે વડોદરા ના આગામી પાંચ વર્ષમાં થનારા વિકાસના કામોની વિગતો રજૂ કરી હતી. તેમણે બજેટ રજૂ કર્યા બાદ સ્થાયી સમિતિ અધ્યક્ષએ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે
મ્યુનિસિપલ કમિશનર ધ્વારા સને ૨૦૨૩-૨૪ નુ રીવાઇઝડ બજેટ અને સને ૨૦૨૪-૨૫નું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતુ ત્યારબાદ સ્થાયી સમિતિના સભ્યો દ્વારા સઘન ચર્ચા વિચારણા કરીને આવનાર વર્ષમાં આવક વધે અને ખર્ચ વધે નહીં તેની કાળજી રાખીને આવક-જાવકના બજેટને કોઇપણ જાતના વેરામાં વધારો કર્યા વિના ચર્ચાના અંતે બહાલી આપવામાં આવી હતી.
કમિશ્નર ધ્વારા સને ૨૦૨૩-૨૪નું રીવાઈઝ બજેટ રૂ.૫૩૨૭.૬૮ કરોડ તથા સને ૨૦૨૪-૨૫ નું ડ્રાફ્ટ બજેટ રૂ.૫૫૨૩૬૭ કરોડનું રજૂ કરવામાં આવેલ હતુ. જેની સ્થાયી સમિતિમાં સઘન ચર્ચા બાદ સ્થાયી સમિતિ ધ્વારા સને ૨૦૨૩-૨૪નું રીવાઇઝ બજેટ રૂ. ૫૩૨૭૬૮ કરોડ તથા સને ૨૦૨૪-૨૫ નું ડ્રાફ્ટ બજેટ રૂ.૫૫૫૮૮૬ કરોડ મંજૂર કરવામાં આવેલ છે.
ગત વર્ષે ૨૦૨૩-૨૪ માટે રૂ. ૪૮૩૦ કરોડનુ બજેટ સામાન્ય સભા દ્વારા મંજુર કરવામાં આવ્યુ મ્યુનિસિપલ કમિશનરદ્વારા સદરહું ને રૂ. ૫૩૨૭.૬૮ કરોડ રીવાઇઝ કરી રજુ કરવામાં આવેલ છે અને જેને સ્થાયી સમિતિએ પણ યથાવત રાખેલ છે.વર્ષ ૨૦૨૩-૨૪ માટે કમિશનર દ્વારા રૂ. ૩૨૯૮.૧૪ કરોડનો રીવાઇઝ ખર્ચ અંદાજેલ જેમાં રૂ.૪.૨૦ કરોડનો ઘટાડો કરી રૂ. ૩૨૯૩.૯૪ કરોડ કરેલ છે. આ ઘટાડો રેવન્યુ ખર્ચ માં કરેલ છે.
તેવી જ રીતે વર્ષ ૨૦૨૪-૨૫ માટે કમિશનર તરફ થી રૂ. ૫૫૨૩.૬૭ કરોડની સાઇઝ વાળું બજેટ રજુ કરવામાં આવેલ જે ચર્ચા અંતે વધી ને રૂ. ૫૫૫૮.૮૬ કરોડ થયેલ છે. આ વધારો ખુલતી સિલ્લક એટલે કે પુરાંત બાકીમાં વધારો થવાથી તથા રેવન્યુ અને કેપીટલ આવકમાં ૩૧ કરોડ વધારાની આવક સુચવા થી થયેલ છે જેમા મુખ્યત્વે ૧.૦૦ કરોડનો વધારો અને રેવન્યુ ખર્ચમાં રૂ. ૨૮.૩૪ કરોડનો વધારો તથા રૂ.૨૪.૦૫ કરોડનો ઘટાડો કર્યો છે. જયારે કેપીટલ ખર્ચમાં ૨૦.૦૬ કરોડનો વધારો તથા ૬.૫૦ કરોડનો ઘટાડો કર્યો છે. વડોદરા કોર્પોરેશનની સમગ્ર સભા બજેટ પર તારીખ 20 મી સુધી ચર્ચા કરીને કરદરની દરખાસ્તો મંજૂર કરશે.