Get The App

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની કાયમી કરવા મુદ્દે માંગ સંદર્ભે આજે બપોરે બેઠક

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની કાયમી કરવા મુદ્દે માંગ સંદર્ભે આજે બપોરે બેઠક 1 - image


- અગાઉ કર્મચારીઓના સંઘે હડતાલની ચીમકી આપી હતી, પરંતુ બેઠક સંદર્ભે હડતાલ ત્રણ દિવસ મુલતવી રાખી હતી

વડોદરા,તા.05 માર્ચ 2024,મંગળવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ વર્ષોથી કાયમી કરવા મુદ્દે લડત ચલાવી રહ્યા છે. જેઓ તા.2થી હડતાળ પર ઊતરવાના હતા, પરંતુ સંઘના અગ્રણીઓની સાથે શિક્ષણ સમિતિના હોદ્દેદારોની એક બેઠક થઈ હતી અને બે ત્રણ દિવસમાં કોર્પોરેશનમાં અધિકારીઓ સાથે બેઠક કરાવવાની ખાતરી આપતા આજરોજ બપોરે કોર્પોરેશનમાં બેઠક થવાની  છે, તેમ સંઘના અગ્રણીએ જણાવ્યું છે. જો કે સંઘ દ્વારા બેઠક થવાની હોવાથી તા.2થી હડતાળ બે ત્રણ દિવસ મોકૂફ રાખવા નિર્ણય લેવાયો હતો. સંઘના અગ્રણીએ જણાવ્યું હતું કે, આજે બેઠકમાં શું નિર્ણય આવે તેના ઉપર બધો મદાર છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ સમિતિમાં 1977 થી ફરજ બજાવતા કર્મચારીઓ વર્ષોથી કાયમી કરવા મુદ્દે લડત ચલાવી રહ્યા છે. 2019 માં લેબર કોર્ટમાં કર્મચારીઓની ચુકાદો આવ્યો હતો જેનો અમલ કરવા કોર્ટ હુકમ બાદ સમિતિની સમગ્ર સભામાં ઠરાવ મંજૂર કરીને કોર્પોરેશનને મોકલી આપ્યો હતો. કોર્પોરેશનની સભામાં દરખાસ્ત મુલતવી કરી દેવામાં આવી હતી. કર્મચારીઓ એ જે મહિનાથી કાયમી કરવામાં આવે ત્યારથી અગાઉનું પગાર જતું કરવાની શરત મૂકી હતી. હાલ 570 માંથી 140 ફરજ બજાવે છે. 430 વય નિવૃત થઈ ગયા છે. 70 થી વધુ ચાલુ નોકરીએ મૃત્યુ પામ્યા છે. આ વર્ષે 28 નિવૃત્ત થવાના છે. બે ચાર વર્ષમાં 90 ટકા નિવૃત્ત થઈ જશે. હવે સંઘે કોર્પોરેશનમાં મુલતવી રાખેલી દરખાસ્ત પર નિર્ણય કરી કાયમી કરવાની માંગ મૂકી છે. જે સંદર્ભે હવે મિટિંગમાં નિર્ણય લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.


Google NewsGoogle News