વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે ગાંધીનગર અને દિલ્હી ખાતે આજે બેઠક યોજાશે : ગૃહ રાજ્ય મંત્રી વડોદરાની ઓચિંતી મુલાકાતે આવ્યા
Harsh Sanghvi visits Vadodara : વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આ વર્ષે ભારે પુર આવ્યા બાદ ગુજરાત સરકાર જાગી છે અને વિશ્વામિત્રીનો વર્ષોથી અભરાઈ પર ચડાવી દેવામાં આવેલો પ્રોજેક્ટ ફરી શરૂ કરવાની કસરત શરૂ કરી છે. ત્યારે આજે વડોદરાની મુલાકાતે ગૃહ રાજ્ય મંત્રી વડોદરા આવ્યા હતા અને જિલ્લા કલેકટર ખાતે બેઠક યોજી હતી.
વડોદરામાં આવેલા વિશ્વામિત્રી નદીમાં આવેલા માનવસર્જિત અકલ્પનીય પૂરના કારણે રાજ્ય સરકાર દોડતી થઈ ગઈ છે. વડોદરાના પ્રભારી અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ફરી એકવાર વડોદરામાં આવેલા પૂરની પરિસ્થિતિ અંગે મુલાકાતે દોડી આવ્યા છે. ટ્રેન મારફતે વડોદરા આવીને સીધા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં ઉચ્ચ અધિકારીઓ પાસેથી પૂરની વિગતવાર માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રીની વડોદરા ખાતે આ ત્રીજી મુલાકાત છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના વરસાદમાં વડોદરાની વિશ્વામિત્રી નદીમાં અકલ્પનીય કથિત માનવ સર્જિતપુર આવ્યું હતું. પરિણામે સમગ્ર શહેર જળમગ્ન થઈ જતા પાણીમાં સતત બે દિવસ સુધી તરતું રહ્યું હતું. ઠેર-ઠેર ભરાયેલા પાણી રાજ્ય સરકારના આદેશ બાદ આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાતાં વિશ્વામિત્રી નદીના પાણી ઓસર્યા હતા. જ્યારે પૂરની સર્જાયેલી ભયંકર પરિસ્થિતિના કારણે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક ધોરણે વડોદરા દોડી આવ્યા હતા. ત્યારબાદ પણ પૂરની પરિસ્થિતિ વિશે તાગ મેળવવા આવ્યા હતા. ત્યારબાદ પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરવા વડોદરાના પ્રભારી અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે ફરી એકવાર વડોદરા દોડી આવ્યા છે. ટ્રેન દ્વારા સવારે 10 વાગે આવ્યા બાદ ગૃહ મંત્રી સીધા જ કલેકટર કચેરીએ પહોંચી ગયા હતા. જ્યાં તેમણે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે પૂર અંગે સમગ્ર બાબતે સઘન માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રીની વડોદરાની આ ત્રીજી મુલાકાત હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક દરમિયાન તેમણે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે ગાંધીનગર ખાતે અને સાંજે કેન્દ્રમાં જળ મંત્રાલય ખાતે બેઠક યોજવાની છે તેવી ચર્ચા કરી હતી.