સંભવિત રોગચાળાની પરિસ્થિતિને પહોંચી વળવા સયાજીમાં મિટિંગ
જરૃરી દવાના ેસ્ટોક ફાળવી આપ્યો : સયાજીમાં મચ્છર જન્ય રોગચાળો ન ફેલાય તે માટે તાકીદ કરી
વડોદરા,વડોદરામાં પૂર આવ્યા પછી રોગચાળો વકરે નહીં તે માટે એડિશનલ ડાયરેક્ટર ઓફ પબ્લિક હેલ્થ આજે સયાજી હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. તેમણે આરોગ્ય અંગે ચર્ચા કરી જરૃરી દવાનો જથ્થો પણ ફાળવી આપ્યો હતો.
વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. સયાજી હોસ્પિટલમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા. રૃકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહના દર્દીઓેને ગ્રાઉન્ડ ફ્લોર પરથી અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. આજે એડિશનલ ડાયરેક્ટર ઓફ પબ્લિક હેલ્થ પણ સયાજી હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. તેમણે રૃકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહની મુલાકાત લીધી હતી. રોગચાળો અટકાવવા માટે તેમજ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમણે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ચર્ચા કરી હતી.
સયાજી હોસ્પિટલમાં પૂરના પાણી ઓસર્યા પછી સાફ સફાઇની કામગીરી અંગે પણ સૂચના આપી હતી. તેમજ મચ્છર જન્ય રોગચાળો સયાજી હોસ્પિટલમાં ફેલાય ના તે માટે અલગ - અલગ વિભાગના વડા સાથે ચર્ચા કરી હતી.