ટિફિન લઇ આવેલી મહિલાને કેફી પીણું પીવડાવી ગેંગરેપના કિસ્સામાં બે સિનિયર સિટિઝનના મેડિકલ ટેસ્ટ

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
ટિફિન લઇ આવેલી મહિલાને કેફી પીણું પીવડાવી ગેંગરેપના કિસ્સામાં બે સિનિયર સિટિઝનના મેડિકલ ટેસ્ટ 1 - image

વડોદરાઃ કારેલીબાગના ગેંગરેપના બનાવમાં પોલીસ દ્વારા પીડિતાના નિવેદન બાદ બંને સિનિયર સિટિઝન આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

કારેલીબાગ વિસ્તારમાં રહેતા યોગેશભાઇ નામના સિનિયર સિટિઝનને ટિફિન આપવા માટે ગયેલી છાણીની મહિલાએ તેને કેફી પીણું પીવડાવ્યા બાદ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જેને પગલે કારેલીબાગ પોલીસે યોગેશભાઇ અને તેના મિત્રની પૂછપરછ હાથ ધરી છે.પોલીસે બંનેના મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા છે.પોલીસ તપાસમાં ફરિયાદ કરનાર મહિલા ફ્લેટ લેવા માટે પ્રયત્નો કરતી હોવાની અને તે દરમિયાન તેની  બહેનપણી મારફતે એક વ્યક્તિના સંપર્કમાં આવી હતી.જે વ્યક્તિએ ત્યારબાદ ટિફિન સર્વિસના નામે કારેલીબાગના યોગેશભાઇનો સંપર્ક કરાવ્યો હતો.

ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ કારેલીબાગના પીઆઇ સી આર જાદવ હની ટ્રેપ સહિતના તમામ પાસા તપાસી રહ્યા છે. પોલીસ દ્વારા મહિલાના નિકટના સબંધીઓ પાસે પણ કેટલીક વિગતો મેળવવામાં આવી હતી.


Google NewsGoogle News