અંકલેશ્વર બાદ દાહોદની સરહદે કંપનીમાં દરોડા પાડી રૂ.168 કરોડનું એમડી ડ્રગ્સ જપ્ત, 4ની અટકાયત
Dahod Drugs : ગુજરાતના અંકલેશ્વરમાં કરોડો રૂપિયાનું કોકેન પકડાયા બાદ દાહોદ જિલ્લાના સરહદે આવેલા મધ્ય પ્રદેશના જાંબુઆ જિલ્લાના મેઘનગર જીઆઈડીસી વિસ્તારમાં દવા બનાવતી કંપનીમાં કેન્દ્ર સરકારની ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે દરોડો પાડી 168 કરોડ રૂપિયાના 112 કિલો જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલે કુલ ચાર શખસોની અટકાયત કરી હતી.
મળળી માહિતી અનુસાર, મેઘનગર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મેઘનગર ફાર્મા કેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં 14મી ઓક્ટોબરે દિલ્હીની ડીઆરઆઈની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન દવા બનાવતી કંપનીમાંથી 36 કિલો ડ્રગ્સ પાવડર,76 કિલો લિક્વિડ ફોર્મમાં મળી કુલ 112 કિલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી કંપનીને સીલ મારવામાં આવી હતી.
કંપનીમાં હાજર વિજય ગોવિંદસિંઘ રાઠોડ (રહે.પુષ્પક બંગલો, છાણી, વડોદરા), રતન નેવાભાઈ નળવાયા, વૈભવ રતન નળવાયા, તેમજ રમેશ દીતીયા બસી (રહે.વેરાવલી તળાવ ફળિયા, મેઘનગર) મળી કુલ ચાર શખ્સોની ધરપકડ કરી તેમની વિરુદ્ધ એનડીપીએસ ન્યુ એકટ મુજબ ગુન દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.