વડોદરા-હાલોલ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
વડોદરા-હાલોલ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ 1 - image

વડોદરા,તા.25 ડિસેમ્બર 2023,સોમવાર

વડોદરા હાલોલ રોડ ઉપર ગઈ મધરાત બાદ સ્ક્રેપના ગોડાઉનમાં વેચાણ આગનો બનાવ બનતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

વડોદરા નજીક હાલોલ રોડ પર આવેલા કુમેઠા ગામ પાસે ગઈ મધરાત બાદ સ્ક્રેપના ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગી હતી. પવન અને કારણે આગ ઝડપ થી પ્રસરી હતી. આગની જ્વાળાઓ ત્રણથી ચાર કિલોમીટર વિસ્તારમાં દેખાઈ રહી હતી.

બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા પાણીગેટ અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમો સ્થળ પર પહોંચી હતી. લગભગ ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યું છે.

પોલીસ પણ બનાવના સ્થળે આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી.


Google NewsGoogle News