વડોદરાની સયાજી હોસ્પિટલના ENT વિભાગના ઓપરેશન થિયેટરમાં ભીષણ આગ
Fire at Sayaji Hospital Vadodara : વડોદરાની સયાજી સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી વિભાગના ઓપરેશન થિયેટરમાં સવારે આગ લાગતા ભારે નુકસાન થયું હતું.
હોસ્પિટલના કાન, નાક અને ગળા વિભાગના ઓપરેશન થિયેટરમાં લાગેલી આગનું કારણ વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આગ લાગતા ચારેય બાજુ ધુમાડાના ગોટેગોટા છવાયા હતા.
બનાવને પગલે હોસ્પિટલના સ્ટાફમાં નાસભાગ મચી હતી અને કેટલાક પેશન્ટોના શિફ્ટ પણ કરવા પડ્યા હતા. આગની જાણ ફાયર બ્રિગેડને કરાતા જવાનો બીએ સેટ પહેરીને ઓપરેશન થિયેટરમાં ગયા હતા અને જોખમી કામગીરી કરી આગ કાબુમાં લીધી હતી. આગને કારણે એસી, વેન્ટિલેટર, ઓપરેશન થિયેટરના ફર્નિચર, વાયરીંગ તેમજ અન્ય સાધનોને ભારે નુકસાન થયું હતું.