વડોદરામાં મહેંદીના ઓર્ડરમાં ગયેલ પરણિતા બે વર્ષની દીકરી સાથે 12 દિવસથી ગુમ
image : Socialmedia
- 12 દિવસથી ગુમ યુવતીની ભાળ નહિ મળતા પરિવારજનો નિરાશ
વડોદરા,તા.30 જાન્યુઆરી 2024,મંગળવાર
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરણિતા પોતાની બે વર્ષની દીકરી સાથે મહેંદીના ઓર્ડરમાં જવા નીકળ્યા બાદ ગુમ થવાની ફરિયાદ પરિજનોએ નોંધાવી છે.
શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ સીમા પાર્ક સોસાયટીમાં રહેતી 22 વર્ષીય સાનિયા જુનેદભાઈ ઘાંચી બે વર્ષની દીકરી સાથે 17 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે મહેંદીના ઓર્ડર માટે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદથી ગુમ છે. તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ છે. તેણે મરૂન કલરનો ટોપ અને બુરખો પહેરેલ હતો. પરિવારજનોએ યુવતીની ભારે શોધખોળ કર્યા બાદ પણ કોઈ પતો ન લાગતા આખરે તેમણે જેપી રોડ પોલીસ મથકનો સંપર્ક સાંધ્યો હતો. જોકે, પોલીસની ધીમી ગતિની તપાસના કારણે પરિવારજનોમાં નિરાશા વ્યાપી છે તો બીજીતરફ આ બાબતે વડોદરા શહેર પોલીસ દ્વારા અન્ય શહેર જિલ્લામાં ગુમ યુવતીની ભાળ મેળવવા પ્રયાસો કરી રહી છે.