Get The App

એકતરફી પ્રેમમાં પડેલા સેન્ડવીચના કારીગરને પરિણીતાએ પાઠ ભણાવ્યો,લિફ્ટમાં જબરદસ્તી કરતો હતો

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
એકતરફી પ્રેમમાં પડેલા સેન્ડવીચના કારીગરને પરિણીતાએ પાઠ ભણાવ્યો,લિફ્ટમાં જબરદસ્તી કરતો હતો 1 - image

વડોદરાઃ સયાજીગંજ વિસ્તારના એક કોમ્પ્લેક્સમાં રહેતી પરિણીતાની પાછળ એકતરફી પ્રેમમાં પડેલા સેન્ડવીચની દુકાનના કારીગરને સમજાવવા છતાં નહિ માનતા આખરે પરિણીતાએ તેના પતિની મદદ લઇ પાઠ ભણાવ્યો હતો.

સયાજીગંજ વિસ્તારના કોમ્પ્લેક્સમાં સેન્ડવીચની દુકાનમાં કામ કરતો કારીગર કોમ્પ્લેક્સમાં રહેતી પરિણીતાની પાછળ છેલ્લા છ મહિનાથી પડયો હતો.પરિણીતા સાથે વાત કરવાની કે તેની સામે આવવાની કોઇ તક ચૂકતો નહતો.

પરિણીતાએ તેના પતિને જાણ કરતાં પતિએ યુવકને સમજાવ્યો હતો.પરંતુ થોડા સમય બાદ ફરીથી તેની હરકતો શરૃ થઇ ગઇ હતી.રોમિયોગિરી કરતા કારીગરે પરિણીતાના પતિએ સેન્ડવીચ ખરીદી આપેલી રૃ.૧૦૦ ની નોટ પણ ભાભીની યાદગીરી તરીકે મોબાઇલના કવર પાછળ સાચવી રાખી હતી.

આજે તો કારીગરે હદ વટાવી હતી અને પરિણીતાની સાથે જ લિફ્ટમાં ગોઠવાઇ ગયો હતો.તેણે ગુલાબનું ફૂલ આપતાં પરિણીતાએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને ફૂલ ફેંકી દીધું હતું.જેથી યુવકે જબરદસ્તી કરવા માંડી હતી.આખરે પરિણીતાએ પતિની મદદ લઇ અભયમને જાણ કરતાં રોમિયોને આ એક ખૂબ ગંભીર ગુનો બને છે અને જેલના સળિયા પાછળ જવું પડશે તેમ કહીને સમજાવતાં તેણે માફી માંગી હતી.


Google NewsGoogle News