દહેજમાં કંઇ લાવી નથી મરી જા.. તેવું કહેતા પરીણીતાએ ઝેરી પદાર્થ ગટગટાવ્યો
વડોદરા,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
વડોદરાના હાથીખાના વિસ્તારમાં રહેતી પરીણીતાએ ફોન પર કોની સાથે વાત કરો છો તેવું કહેતા પતિએ પત્ના માતામાં મુક્કા માર્યા હતા. ઉપરાંત તેના સાસરીયાએ પણ પરીણીતાને તુ દહેજમાં કંઇ લાવી નથી અમારો દીકરો આવુ જ કરશે તારે રહેવું હોય તો રહે નહી તો મરી જા તેમ કહ્યું હતું. જેથી લાગી આવતા પરીણીતા ઝેરી પદાર્થ પાણી ભેરવી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાણીગેટ પોલીસે પતિ સહિત સાસરીયા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના હાથીખાના વિસ્તારમાં ગેંડા ફળિયામાં રહેતા ઝેબા આકીબ મલેકે ફરિયાદ નોંધાવી હતી કે મારા પતિ સાથે અવાર-નવાર ઝઘડા થતા હોય પિયરમાં જતી રહેતી હતી. મને મારા માતા-પિતા સમજાવીને કાલે સારૂ થઇ જશે તેમ કહી મારી સાસરીમા મોકલી આપતા હતા. પરંતુ ગઇ કાલે હું મારી સાસરીમાં હતી તે વખતે મારા પતિ ફોન પર વાતો કરતા હોય તેઓને હું કોની સાથે વાતો કરો છો તેમ કહેતા મારા માથામાં મુક્કા માર્યા હતા. જેની વાત મેં મારી સાસુ બિલ્કીસબાનુ તથા સસરા રફીકભાઈને કરતા તેઓએ મને જણાવ્યું હતું કે મારો દિકરો આમ જ કરશે તારે રહેવુ હોય તો રહે નહી તો અહિયાથી જતી રે તું દહેજમાં કંઇ લાવી નથી તેમજ હુ મારા દિકરાને લઈને ઉતરી તો મારા સાસુ મને લડવા લાગ્યા તારે રહેવુ હોય તો રહે નહી તો મરીજા તેમ કહેતા મને લાગી આવતા હું મારા રૂમમા ત્રીજા માળે જઇને ઓલ આઉટ પ્રવાહીમા પાણી ઉમેરીને ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મને ઉબકા આવતા મારા સસરાએ મારા ભાઈને જાણ કરતા મારો ભાઈ આવી જતા અમને બન્ને જણને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મુકી હતી. માર ભાઇ મને હાર્મની હોસ્પિટલ પાણીગેટ ખાતે સારવાર ખસેડી હતી. પોલીસે પતિ સહિત સાસરીયા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.