વડોદરા: લકઝરી બસમાં ગાંજાના જથ્થાના હેરાફેરીનું નેટવર્ક: જામનગર લઇ જવાતો ગાંજો ઝડપાયો
વડોદરા,તા.1 નવેમ્બર 2021,સોમવાર
કરજણ ટોલનાકા પાસે વડોદરા જિલ્લા એસ.ઓ.જી પોલીસ ગઈરાત્રે વાહન ચેકિંગ કરતી હતી ત્યારે ભરૂચથી વડોદરા તરફના રોડ પર જતી શિવાલી ટ્રાવેલ્સ લક્ઝરી બસને રોકી બસમાં પોલીસના માણસોએ તપાસ કરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે બસમાં બેસેલા જામનગર જિલ્લાના કાલાવડ ખાતે રહેતા તૌકિર ઉર્ફે સાજીદ કાદરભાઈ બલોચ પાસેથી મળેલા એક થેલામાં 99000 કિંમતનો 9 કિલો 908 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો પોલીસે તૌકિરની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે જામનગરમાં રહેતા મુન્ના ઉર્ફે અલ્તાફએ ગાંજાનો જથ્થો સાગબારા પાસેથી મંગાવ્યો હતો અને આ જથ્થો લઈને લક્ઝરી બસમાં બેસી જામનગર જતો હતો ગાંજાની હેરાફેરીના નેટવર્ક અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે