બે દેશના વડાપ્રધાનના કાર્યક્રમને કારણે રસ્તાઓ બંધ છે,ટ્રાફિક જામ થશે તેમ માનીને અનેક લોકો બહાર ના નીકળ્યા
વડોદરાઃ વડોદરામાં બે દેશના વડાપ્રધાનના કાર્યક્રમને કારણે આજે બપોર સુધી અનેક લોકો ધંધા-રોજગારથી દૂર રહ્યા હતા.
છેલ્લા બે દિવસથી પોલીસ બંદોબસ્તના રિહર્સલને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થતો હતો.જેથી આજે બંને દેશના વડાપ્રધાન આવનાર હોવાથી રસ્તાઓ બંધ રહેવાના છે અને ચક્કાજામ થવાનો છે તેમ કેટલાકે માની લીધું હતું.
પરિણામે અનેક લોકોએ ઓફિસે જવાનું ટાળ્યું હતું.કેટલાક ડોક્ટરોએ પ્રેક્ટિસ બંધ રાખી હતી.તો કેટલાક દુકાનદારો બપોર બાદ જવા નીકળ્યા હતા.