વડોદરામાં પાર્કિંગ મુદ્દે મર્ડર થયું એ સરદાર ભવનની ગલીમાં અનેક જુના મકાનો તોડીને મોટા કોમર્શીયલ કોમ્પ્લેક્ષ બની ગયા

Updated: May 30th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પાર્કિંગ મુદ્દે મર્ડર થયું એ સરદાર ભવનની ગલીમાં અનેક જુના મકાનો તોડીને મોટા કોમર્શીયલ કોમ્પ્લેક્ષ બની ગયા 1 - image


Vadodara Corporation : ગઈકાલે નજીવી બાબતમાં મર્ડર થયું એ સરદાર ભવનમાં અનેક જુના મકાનો તોડીને મોટા કોમર્શીયલ કોમ્પ્લેક્ષ બની ગયા 6 મીટરની પહોળાઈ ધરાવતા રસ્તા પર તોતિંગ કોમર્શીયલ કોમ્પ્લેક્ષથી વાહનો ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીમાં અને મહત્તમ દુકાનો સિન્થેટીક કાપડનું વેચાણ કરી રહી છે, આગ લાગે તો આજુબાજુ રહેતા રહીશો માટે મુશ્કેલી પડી રહી છે.

 વિશ્વામિત્રી બચાવો સમિતિ વતી એડવોકેટ શૈલેશ અમીને મ્યુનીસીપલ કમિશ્નરને આવેદન આપી રજૂઆત કરી છે કે, સરદારભવન લાઈનમાં રહેણાંક મકાનોમાં ફાયર એનઓસી અને પાર્કિંગ વગર રહેણાંક બાંધકામ મંજુરી લઇ બનાવેલા મોટા કોમર્શીયલ શોરૂમો, દુકાનો ઉપર ફાયર સેફટી સહીત ગેરકાયદેસર વગર પાર્કિંગના બાંધકામ તેમજ હેતુ ફેર અંગે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે. ગઈકાલે સરદાર ભવનમાં પાર્કિંગ બાબતે દુકાનદાર અને મળતીયાઓએ ભેગા મળી માતાની અંતિમક્રિયા બાદની વિધિ કરવા આવેલાની કરેલી હત્યા કરી નાખી હતી. સરદારભવનમાં ગેરકાયદેસર બાંધકામ અંગે અગાઉ પણ ઘણી વખત ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ યોગ્ય કાર્યવાહી થઈ રહી નથી.

 વડોદરાના શહેરી વિસ્તારને કારેલીબાગ, ફત્તેહગંજ, સમાને જોડતો રસ્તો સરદાર ભવનમાંથી છે. કારેલીબાગ કે તેનાથી આગળ જવા માટે સરદાર ભવન લાઈનવાળો જ રસ્તો મહત્તમ વપરાય છે. સરદાર ભવનનો રસ્તો માત્ર 6 મીટર જેટલી પહોળાઈ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સરદાર ભવન લાઈનમાં એકાએક જુના મકાનો તોડીને મોટા કોમર્શીયલ કોમ્પ્લેક્ષ્ બનાવાઈ રહ્યા છે. 6 મીટરની પહોળાઈ ધરાવતા રસ્તા પર તોતિંગ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ બનાવાય જેથી તેમાં આવેલી દુકાનો તથા કર્મચારીઓ તેમના વાહનો 6 મીટર પહોળાથી પણ નાના રોડ રસ્તા ઉપર પાર્ક કરે છે અને જેનાથી માત્ર વાહનોને નહિ પરંતુ પગે ચાલીને જતા રાહદારીઓ માટે પણ મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ગેરકાયદેસર બંધાયેલી દુકાનોવાળા પાર્કિંગ બાબતે ઝગડા કરે છે. ગઈકાલે હનુમાન વાડીમાં માતાની વિધિ કરવા આવેલાની દુકાન વાળાઓએ ભેગા મળી હત્યા કરી. કોર્પોરેશન દ્વારા કોમ્પ્રીહેન્સીવ જનરલ ડેવેલોપમેંટ કંટ્રોલ રેગ્યુલેશન-2017માં દર્શાવેલ નિયમોથી વિપરીત રીતે વગર પાર્કિંગ, વગર ફાયર સેફટીથી બાંધકામ પરવાનગી કે

મકાન રીપેરીંગના નામે બાંધકામ પરવાનગી આપેલી હોય તેમ જણાય છે. સરદાર ભવન લાઈનમાં મહત્તમ સિન્થેટીક કાપડથી બનેલા લેડીઝ ડ્રેસની દુકાનો આવેલી છે. દુકાનોમાં સળગી જાય તેવા સિન્થેટીક ગાદલા, પ્લાસ્ટિકની ખુડશી અને સળગી જાય તેવા સિન્થેટીક રેડીમેઈડ ડ્રેસથી લગભગ ત્રણ માળ સુધી સ્ટોક ભરેલો હોય છે. દુકાનો અને શોરૂમ વાળાઓએ સરદાર ભવન લાઈનના આશરે 6 મીટરની પહોળાઈ ધરાવતા રોડ ઉપર બાંધકામ પરવાનગી શાખાની સલાહ સુચન સાથેની મીઠી નજર હેઠળ પાર્કિંગ વગરના મોટા બાંધકામો તો કરી દીધેલા છે. રોડ ઉપર દબાણો કર્યા છે. જો આગ લાગે તો ફાયર સેફટીની કોઈ તકેદારી લેવાઈ હોય તેમ જણાતું નથી. આગ લાગવાની હોનારત થાય તો ફાયર ફાઈટર કે એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકે નહિ તેવા દબાણો કરી દીધેલા છે. જાહેર જનતાની સલામતી માટે માંગણી કરીએ છીએ અને તાત્કાલિક અસરથી સરદાર ભવન લાઈનમાં ફાયર સેફટી નહિ ધરાવતી દુકાનો અને મોટા ત્રણ માળના શોરૂમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. દરેક નવા બનેલા દુકાનની મૂળ માલિકીની જગ્યા અને કરેલું દબાણની માપણી કરવામાં આવે અને દબાણકર્તા ઉપર લેન્ડ ગ્રેબિંગ જેવી કાયદેસરની કાર્યવાહી કરાય. રહેણાંક બાંધકામની પરવાનગી લઇને કોમર્શીયલ શોરૂમ બાંધેલા હોવાની પણ તપાસ કરવામાં આવે અને જો કોમર્શીયલ પરવાનગી હોય તો છોડેલું પાર્કિંગની જગ્યા ખુલ્લી છે કે નહિ? તેની તપાસ કરવામાં આવે. જે પણ દોષિત હોય તેમની તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે.


Google NewsGoogle News