ગંદા પાણીની અસંખ્ય ફરિયાદો બાદ હવે વડોદરાના અનેક વિસ્તારોમાં ડોહળું પાણી આવવાની ફરિયાદો, પાણીજન્ય રોગચાળાની ભીતિ
Vadodara Corporation News : વડોદરામાં હજી ચોમાસાની સિઝન જામી નથી. સીઝનનો વરસાદ પૂરતા પ્રમાણમાં પડ્યો નથી. ઘણા ખરા વિસ્તારોમાં ગંદા પાણીની બાદ હવે પીવાનું પાણી ડહોળું આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યારે તંત્રનું કહેવું છે કે, મહીસાગર અને આજવા સરોવરમાં નવા પાણીની આવક થતા નીચેથી માટી ઉપર આવતી હોવાથી ડોહળું પાણી આવે છે તેમ તંત્રનું કહેવું છે. ફિલ્ટરેશન થવા છતાં પણ પાણીમાં ડહોળાશનું પ્રમાણ રહેતું હોય હોવાથી આ સમસ્યા રહે છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસાની આ વર્ષની સિઝનમાં વડોદરામાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. આમ છતાં પણ શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ગઈકાલથી ડહોળું પાણી આવવાની ફરિયાદો સતત નજીવા વરસાદમાં પણ પાણી પીવામાં અને વપરાશમાં લેવાની ફરજ પડે છે. ડહોળા પાણી અંગે શહેરના કેટલાક વિસ્તારમાં પાણીજન્ય રોગચાળા ટાઈફોઇડ, કોલેરા, ઝાડા ઉલટીના બનાવો નોંધાયાની વિગતો પણ જાહેર થઈ છે છતાં પણ તંત્ર આ બાબતે 'મગનું નામ મરી પાડવા તૈયાર નથી' અને સબસલામત હોવાની ગુલબાંગો પોકારતું રહે છે. જોકે શહેરના અનેક વિસ્તારોમાં ડોહળું પાણી આવવાની શરૂઆત થઈ હોવા છતાં પાલિકા તંત્રની ઉંઘ હજી ઉડતી નથી અને આ પાણી પીવા લાયક છે એવી સુફીયાણી વાતો કર્યા કરે છે. પરંતુ આ ડહોળું પાણી હાલમાં શરૂ થયા બાદ જે તે વિસ્તારમાં માત્ર સાતથી આઠ દિવસમાં પાણીજન્ય રોગચાળાની અચૂક ફરિયાદો આવશે તેવું સ્થાનિક રહીશોનું કહેવું છે. જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રનું કહેવું છે કેઆજવાના પાણીમાં નીચેની સપાટીએ થી માટી ઉપર આવી જાય છે. પરિણામે ડહોળું પાણી આવે છે. જોકે ડહોળું પાણી હોવા છતાં તેને અચૂક ફિલ્ટરેશન અને ક્લોરિન યુક્ત કરવામાં આવે છે. છતાં પણ પાણીની ડહોળાશ સંપૂર્ણ રીતે દૂર થઈ શકતી નથી. પરિણામે ડહોળા પાણીનું શહેરના કેટલાક વિસ્તારોમાં વિતરણ થાય છે. પરંતુ આ ડહોળું પાણી પીવા લાયક હોવાની સુફિયાણી વાતો તંત્ર દ્વારા વારંવાર કરવામાં આવે છે.