ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં સચવાયેલી રામાયણની ૧૫૦ હસ્તપ્રતોનુ પ્રદર્શન

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં સચવાયેલી રામાયણની ૧૫૦ હસ્તપ્રતોનુ પ્રદર્શન 1 - image

વડોદરાઃ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે.૨૨ જાન્યુઆરીએ દેશ આખો આ મહોત્સવને નિહાળશે.આ પ્રસંગે એમ.એસ.યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટે પણ રામાયણ પરની પોતાની હસ્તપ્રતોનુ પ્રદર્શન યોજવાનો નિર્ણય લીધો છે.

ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટ પાસે કુલ મળીને ૩૧૦૦૦ જેટલી હસ્તપ્રતો છે અને તેમાં રામાયણની ૧૫૦ જેટલી હસ્તપ્રતોનો પણ સમાવેશ થાય છે.આ પૈકી સૌથી જૂની હસ્તપ્રત ૧૫મી સદીમાં લખાયેલી છે અને તે વાલ્મિકી રામાયણ પર આધારિત છે.

ઈન્સ્ટિટયુટના ડાયરેકટર ડો.શ્વેતા પ્રજાપતિના કહેવા પ્રમાણે આ તમામ હસ્તપ્રતો શારદા, તમિલ, તેલુગુ, મલયાલમ, દેવનાગરી જેવી અલગ ્અલગ લિપિમાં લખાયેલી છે.ઉપરાંત લાકડામાંથી બનાવાયેલુ અને સદીઓ જૂનુ રામ મંદિર તથા રામાયણની ક્રિટિકલ એડિશન તૈયાર કરવા માટે નેપાળથી મંગાવાયેલી હસ્તપ્રતોની માઈક્રોફિલ્મને પ્રદર્શનમાં મુકવામાં આવશે.આ પ્રદર્શનનુ ઉદઘાટન સાંજે પાંચ વાગ્યે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવના હસ્તે થશે.પ્રદર્શન આવતીકાલથી ત્રણ દિવસ માટે જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે.

તેમણે કહ્યુ હતુ કે, રામ જન્મભૂમિના કેસમાં ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં સચવાયેલી અયોધ્યા મહાત્મય નામની હસ્તપ્રતને પણ પૂરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી અને આ હસ્તપ્રતનુ વિશેષ પૂજન આવતીકાલે, સોમવારે ચાન્સેલર શુભાંગીનીદેવી ગાયકવાડના હસ્તે કરવામાં આવશે.



Google NewsGoogle News