Get The App

રૃા.૩ કરોડના ખર્ચે મંજુસર પોલીસ સ્ટેશન નવું બનાવાશે

ગુજરાતમાંથી ઝેરીલા ડ્રગ્સના કારોબારને નેસ્તનાબૂદ કરાશે ઃ ગૃહ રાજ્યમંત્રી

Updated: Aug 25th, 2022


Google NewsGoogle News
રૃા.૩ કરોડના ખર્ચે મંજુસર પોલીસ સ્ટેશન નવું બનાવાશે 1 - image

વડોદરા, તા.25 વડોદરા નજીક ૧૨૦૦ હેક્ટરમાં પથરાયેલા એશિયાના સૌથી મોટા મંજુસર ઔદ્યોગિક વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલા અલાયદા પોલીસ સ્ટેશનનો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો છે. તેની સાથે આ પોલીસ સ્ટેશન માટે રૃા.૨૯૯ લાખના ખર્ચથી નવા બનનારા બિલ્ડિંગનું ભૂમિપૂજન પણ તેમણે કર્યું હતું.

મંજૂસર ખાતે જીઆઇડીસીમાં કાર્યરત ૪૫૦થી વધુ નાનીમોટી બહુરાષ્ટ્રીય કંપનીના એકમો સહિત ૬૦૦થી વધુ એકમોમાં ઔદ્યોગિક સલામતી, કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે અલગ પોલીસ સ્ટેશન બનાવવા માટેની જરૃરિયાતને ધ્યાને રાખીને તત્કાલ સેટઅપ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર ઉપરાંત હથિયારી તથા બિનહથિયારી એએસઆઇ મળી કુલ ૮૯નું પોલીસબળ મંજૂર કરવામાં આવ્યું હતું.

આ નવરચિત પોલીસ સ્ટેશનમાં ભાદરવા પોલીસ સ્ટેશનના ૧૩ ગામો, સાવલી પોલીસ સ્ટેશનના ૧૦ અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના ૧૬ ગામો અને મંજુસર જીઆઇડીસી વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.

ગુજરાતમાંથી ડ્રગ્સના દૂષણ નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે, એમ કહેતા ગૃહરાજ્યમંત્રીએ ઉમેર્યું કે, છેલ્લા ૧૧ માસમાં જ રાજ્યમાંથી રૃા.૫૨૦૦ કરોડનું ડ્રગ્ઝ અને ૬૫૦૦ વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. પકડાયેલા વ્યક્તિ પૈકી ૨૮ તો પાકિસ્તાની નાગરિક છે. ગુજરાતના સીમાડેથી આ દૂષણ ઘુસે નહીં એ માટે પોલીસે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા સુધી જઇ ડ્રગ્સ પકડયું છે.




Google NewsGoogle News