Get The App

બાળકને ફટાકડા ફોડાવતી મહિલાને છેલબટાઉ યુવક વળગી પડ્યો,શારીરિક છેડછાડ કરતાં મહિલાએ પાઠ ભણાવ્યો

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
બાળકને ફટાકડા ફોડાવતી મહિલાને છેલબટાઉ યુવક વળગી પડ્યો,શારીરિક છેડછાડ કરતાં મહિલાએ પાઠ ભણાવ્યો 1 - image

વડોદરાઃ શહેરના જવાહરનગર વિસ્તારમાં ગઇરાતે એક મહિલા સાથે જાહેરમાં છેડછાડ કરનાર રોમિયોને મહિલાએ સબક શીખવતાં કરગરવા માંડયો હતો.

જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા બનાવની વિગત એવી છે કે,એક મહિલા તેના બાળકને ફટાકડા ફોડાવી રહી હતી તે વખતે આસપાસના લોકો પણ હાજર હતા.

બંને માતા-પુત્ર દિવાળીની ઉજવણીમાં મગ્ન હતા ત્યારે અચાનક એક છેલબટાઉ યુવક મહિલાની નજીક આવ્યો હતો અને તે કાંઇ સમજે તે પહેલાં તેને બાથ ભીડી શરીરે અડપલાં કરવા માંડયો હતો.મહિલાએ તેને ધક્કો મારીને દૂર હડસેલતાં તે મારવા માટે સામે આવતો હતો.જેથી મહિલાએ અભયમને બોલાવી હતી.

અભયમની ટીમ આવી ત્યાં સુધી યુવકને સ્થળ પરથી જવા દેવાયો નહતો.ટીમે યુવકનું કાઉન્સેલિંગ કરતાં તેણે જુસ્સામાં આવી જઇ ઉધ્ધત વર્તન કર્યું હતું.જેથી જવાહરનગર પોલીસને જાણ કરી મહિલાની અરજી આપવામાં આવી હતી.


Google NewsGoogle News