નિઝામપુરામાં ભરબપોરે સ્કૂટર સવાર મહિલાના દોઢતોલાના મંગળસૂત્રની લૂંટ

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
નિઝામપુરામાં ભરબપોરે સ્કૂટર સવાર મહિલાના દોઢતોલાના મંગળસૂત્રની લૂંટ 1 - image

વડોદરાઃ નિઝામપુરા વિસ્તારમાં ભર બપોરે એક સ્કૂટર સવાર મહિલાના અછોડાની લૂંટનો બનાવ બનતાં પોલીસે સીસીટીવી  ફૂટેજને આધારે લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે.

ન્યુ સમારોડ વિસ્તારમાં વેદાંત-૨,શુક્લાનગર ખાતે રહેતા રમીલાબેન પટેલે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૬ઠ્ઠીએ સવારે ૧૧ વાગ્યાના અરસામાં હું સ્કૂટર પર ઘર તરફ જતી હતી ત્યારે મહેસાણાનગર સર્કલ પાસે બાઇક પર આવેલા બે લૂંટારા પૈકી એક લૂંટારાએ મારા ગળામાંથી દોઢ તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું હતું.

આ તબક્કે સુરેશભાઇ સોલંકી નામના એક રિક્ષાચાલકે બંને લૂંટારાનો પીછો પણ કર્યો હતો.પરંતુ લૂંટારા ફુલસ્પીડમાં ફરાર થયા હતા.લૂંટારાઓ પાસે સ્પોર્ટ્સ બાઇક હતી.બાઇક ચલાવનારે હેલમેટ પહેર્યું હતું.

ઉપરોક્ત બનાવ બાદ ફતેગંજ પોલીસે લૂંટારાઓના સગડ મેળવવા સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી છે.પોલીસે શકમંદો તેમજ અગાઉ અછોડા તોડવામાં સંડોવાયેલા ગુનેગારોની પણ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News