મંડપ ડેકોરેટર્સનું ગુમાસ્તા ધારા નહીં હોવા છતા ચૂંટણીનું ટેન્ડર આપ્યા હોવાનો આક્ષેપ
મંડપ હાયરર્સ ઇલેક્ટ્રીકલ એસો.ની લેખિતમાં રજુઆત
જીએસટીમાં મંડપ સર્વિસને લગતી નોંધણી પણ ન થઇ હોય તેવા વેપારીને લાભ કરાવવા ડેકોરેટર્સને ડિસ્ક્વોલિફાય કર્યા
ગાંધીનગર : લોકસભાની ચૂંટણીમાં ટેબલ-ખુરશીથી લઇને મંડપની આવશ્યક્તા રહેતી હોય છે ત્યારે અગાઉથી જ તેનું ટેન્ડરીંગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મોટાભાગના જિલ્લાઓમાં મંડપ ડેકોરેટર્સના વ્યવસાયી તરીકે ગુમાસ્તા ધારા કે જીએસટીમાં મંડપ સર્વિસને લગતી નોંધણી કરી ન હોય તેવી એજન્સીને ટેન્ડર આપી દેવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક અધિકારીઓની પણ મિલીભગત હોવાનો મંડપ હાયરર્સ ઇલેક્ટ્રીકલ એસોસીએસન દ્વારા લેખિત આક્ષેપ કરતો પત્ર મુખ્ય નિર્વાચન અધિકારીને પાઠવવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેમાં
ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં સ્થાનિક કલેક્ટર કચેરીથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન
જરૃરી મંડપ, ટેબલ, ખુરશી, લાઇટ તેમજ અન્ય
જરૃરી મંડપની કામગીરી માટે જેઇએમ પોર્ટલના મધ્યમે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી
છે. જેમાં ચૂંટણી પ્રક્રિયા સાથે કેટલાક હિત સ્થાપિત ધરાવતા અધિકારીઓ દ્રારા
ગુજરાત રાજ્યની બે થી ત્રણ પ્રાઇવેટ એજન્સી કે જે મંડપ ડેકોરેટર્સના વ્યવસાય સાથે
સંકળાયલી પણ નથી કે મંડપ ડેકોરેટર્સના વ્યવસાયી તરીકે ગુમાસ્તા ધારા કે જીએસટીમાં
મંડપ સવસને લગતી નોંધણી પણ થઇ નહીં હોવા છતાં આવા વેપારીઓને લાભ કરાવવાના હેતુથી
અધિકારીઓ દ્વારા સ્થાનિક મંડપ ડેકોરેટર્સના વેપારીઓ અને ગુજરાત રાજ્યના એસોસિએશન
સાથે સંકળાયલા મંડપના વેપારીઓને ટેન્ડર પ્રક્રિયામાં યેન-કેન પ્રકારે ડિસ્કવોલિફાય
કરી હિત ધરાવતી વ્યક્તિ કે એજન્સીને સીધો લાભ કરાવવા ચૂંટણી પ્રક્રિયા સાથે
સંકળાયેલા કેટલાક અધિકારીઓ મનસ્વી રીતે વર્તી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છ.આવા
અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી હિત ધરાવતા વ્યક્તિઓ સાથે સાંઠ-ગાંઠ કરી
ટેન્ડરો ચોક્કસ વ્યક્તિને જ મળે તે માટેનું કૃત્ય કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ
કરવામાં આવ્યો છે અને મુખ્ય નિર્વાચન અધિકારીને આ બાબતે લેખિત રજુઆત પણ કરવામાં
આવી છે. આવી જ રીતે કેટરીંગ,
પ્રિન્ટિંગ, ફોટોગ્રાફી
તથા ટ્રાન્સ્પોર્ટના ટેન્ડરમાં પણ સાંઠ-ગાંઠ થઇ હોવાનો આક્ષેપ કરીને ન્યાયિક તપાસ
કરવા માટે માંગ કરવામાં આવી છે.