Get The App

હરણી બોટ દુર્ઘટનામાં મેેનજર અને બોટના બે ઓપરેટરની ધરપકડઃસંચાલક વત્સલ અને ધર્મિન ફરાર

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
હરણી બોટ દુર્ઘટનામાં મેેનજર અને બોટના  બે ઓપરેટરની ધરપકડઃસંચાલક વત્સલ અને ધર્મિન ફરાર 1 - image

વડોદરાઃ હરણી તળાવની બોટ દુર્ઘટનામાં હરણી પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચ જવાબદારોના નામો શોધી કાઢી ગુનો નોંધ્યો હતો.પોલીસ દ્વારા પૂછપરછનો દોર પણ જારી રાખવામાં આવ્યો છે.

હરણી તળાવમાં બોટ દુર્ઘટનાના બનાવમાં કુલ ૩૦ બાળકો અને ૪ શિક્ષકો હતા અને તે પૈકી ૧૮ બાળકો અને ૨ શિક્ષકોનો બચાવ થયો હતો.જેથી ૧૨ બાળકો અને ૨ શિક્ષકો મળી કુલ ૧૪ના મોત થયા છે.

આ બનાવની ગંભીરતા જોતાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે ડીસીપી ઝોન ૪ પન્ના મોમાયાને જવાબદારો સામે તત્કાળ કાર્યવાહી કરવા સૂચના આપી હતી.જેને પગલે ડીસીપીએ હરણીના પીઆઇ સી બી ટંડેલ સહિતની ટીમો બનાવી બે કલાકમાં જ પૂછપરછનો ધમધમાટ કર્યો હતો.

પોલીસે મોડી સાંજે ભૂલકાંઓના મોત બદલ  જવાબદાર એવા લેકઝોનના સંચાલક વત્સલ શાહ, ધર્મિન ભરાણી,મેનેજર શાંતિલાલ સોલંકી,બોટના ઓપરેટર નયન ગોહિલ અને અંકિત સામે બેદરકારી સેવવા બદલ ગુનો નોંધ્યો હતો.


Google NewsGoogle News