વડોદરા નજીક પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં પૂરના પાણી ઉલેચવા માટે ગયેલા મેનેજર અને સિક્યુરિટી જવાનાના મોત
Vadodara News : વડોદરા શહેર નજીકના વેમાલી ગામે આવેલા આતિથ્ય પાર્ટી પ્લોટમાં બેઝમેન્ટમાં ભરાયેલા પાણી ઉલેચવા માટે નીચે ઉતરેલા મેનેજર અને સિક્યુરિટી જવાનના મોત નીપજા છે. પ્રાથમિક દ્રષ્ટિએ બંનેના મોત કરંટ લાગવાથી થયા હોવાનું અનુમાન સેવામાં આવી રહ્યું છે. મંજુસર પોલીસે બંનેના મૃતદેહનું પીએમ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના વિમાલી ગામે આવેલા અતિથ્ય પાર્ટી પ્લોટમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ભરાઈ ગયા હતા. પાણી બેઝમેન્ટમાંથી બહાર કાઢવા માટે તંત્રની મદદ બે દિવસથી માંગવામાં આવી રહી હતી પરંતુ તંત્ર અન્ય કામમાં વ્યસ્ત હોય ત્યાં પહોંચ્યું ન હતું. આજે સવારે મેનેજર મયુર પટેલ રહેવાસી વેમાલી ગામ તથા સિક્યુરિટી જવાન સુરેશ પઢિયા રહેવાસી કારેલી ગામ તાલુકો જંબુસર જીલ્લો ભરૂચની લાશ બેજમેન્ટના પાણીમાંથી મળી આવી હતી. બનાવના પગલે લોકોના ટોળેટોળા જામ થઈ ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ મળતી માહિતી મુજબ મેનેજર અને સિક્યુરિટી જવાન પાણી ઉલેચવા માટે અંદર ઉતર્યા હતા અને તે દરમિયાન કરંટ લાગવાથી તેમના મોત થયાનું અનુમાન છે. જોકે મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે. મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ ટાંકે વધુમાં જણાવ્યું હતું કે બંનેના મૃતદેહ પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.