આસોજ પાસે દારૃ ભરેલી ગાડી સાથે છાણીનો શખ્સ ઝડપાયો

એમપી બોર્ડર પરથી દારૃ લઇને આવ્યો હતો ઃ ૪.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
આસોજ પાસે દારૃ ભરેલી ગાડી સાથે છાણીનો શખ્સ ઝડપાયો 1 - image

જરોદ તા.૭ હાલોલ વડોદરા ટોલ રોડ ઉપર આસોજ ગામ પાસેથી જિલ્લા પોલીસે બાતમીના આધારે દારૃ ભરેલી એક ગાડીને ઝડપી પાડી હતી.  

હાલોલ વડોદરા રોડ ઉપર વડોદરા તરફ ફોર્સ કંપનીની એક ગાડી દારૃ ભરીને વડોદરા તરફ જાય છે તેવી બાતમી આધારે એલસીબી સ્ટાફે આસોજ ગામ પાસે હોટલ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને ઉભી રખાવી ચાલકને નીચે ઉતારી ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી પ્લાસ્ટીકની દારૃની બોટલોની રૃા.૧.૧૫ લાખ કિંમતની ૨૪ પેટીઓ મળી હતી.

ગાડીના ચાલક ઇકબાલ લિયાકતઅલી સૈયદ (રહે. છાણી)ની ધરપકડ કરી દારૃ ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે પિટોલ (એમ.પી. બોર્ડર) ખાતે રહેતા કલસિંગ પાસેથી લાવ્યો હતો. પોલીસે દારૃનો જથ્થો, ગાડી મળી કુલ રૃા.૪.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News