પેડલ રિક્ષામાં સૂતી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારતો નરાધમ

બાળકીને જાનથી મારી નાંખવાની ધમકી આપી : પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
પેડલ રિક્ષામાં સૂતી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારતો નરાધમ 1 - image

વડોદરા,પેડલ રિક્ષામાં સૂતી ૧૨ વર્ષની બાળકીને ઉપાડી જઇ બે વખત દુષ્કર્મ ગુજારનાર આરોપીની સામે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ફૂટપાથ પર રહેતો મૂળ પંચમહાલનો શ્રમજીવી  પરિવાર મજૂરી કામ કરે છે. પરિવાર પ્લાસ્ટિકની બોટલો વીણવાનું કામ કરે છે. પરિવારની ૧૨ વર્ષની બાળકીએ ધો.૧ સુધી અભ્યાસ કર્યો છે. અને હાલમાં માતા - પિતા સાથે મજૂરી કામ કરે છે. ગત તા. ૨૮ મી એ ગણેશજીની મૂર્તિનું વિસર્જન ચાલતું હોવાથી પતિ, પત્ની અને ૧૨ વર્ષની દીકરી પેડલ રિક્ષા લઇને નવલખી મેદાનમાં  તળાવ  પાસે ખાલી પડેલી બોટલો વીણવા માટે ગયા હતા. મોડી રાત થતા ૧૨ વર્ષની બાળકીને ઊંઘ આવતા તે પેડલ રિક્ષામાં સૂવા માટે ગઇ હતી. જ્યારે માતા - પિતા પ્લાસ્ટિકની બોટલો વીણતા  હતા. તેઓ મળસ્કે સાડા પાંચ વાગ્યે આવતા તેમની પેડલ રિક્ષા મળી આવી નહતી. તેઓએ રિક્ષા અને દીકરીની શોધખોળ શરૃ કરી હતી. તેઓની સાથે પ્લાસ્ટિકનો કચરો વીણતા વિજયભાઇએ કહ્યું હતું કે, મહેશને  પેડલ રિક્ષા લઇને અકોટા બ્રિજ તરફ જતા જોયો હતો. જેમાં તમારી દીકરી સૂતી હતી.

બપોરે ચાર વાગ્યે ૧૨ વર્ષની બાળકી વિશ્વામિત્રી રેલવે ફાટક પાસે મળી આવી હતી. માતા - પિતાએ તેને પૂછતા જણાવ્યું હતું કે, હું રિક્ષામાં ઊંઘી ગઇ  હતી. ત્યારબાદ  હું જાગી ત્યારે આજુબાજુ ઝાડી ઝાંખરા હતા. મારી બાજુમાં મહેશભાઇ હતા. તેમણે મારા કપડા કાઢી ગંદી કામ  કર્યુ હતું. તેણે બે વખત મારી સાથે આવું કરી ધમકી આપી હતી કે, કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ. તે દરમિયાન ત્યાંથી એક ભાઇ પસાર થતા હતા. તેમણે બૂમ પાડતા મહેશભાઇ ભાગી ગયા હતા. હું મારા કપડા શોધી પહેરીને ઘરે આવતી હતી.

રાવપુરા પોલીસે આરોપી મહેશ સુભાષભાઇ તડવી ( રહે. બદામડી બાગ પાસે, ફૂટપાથ પર) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



દુષ્કર્મ કરીને ભાગતો આરોપી કારની અડફેટે  આવી ગયો

આરોપીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો

વડોદરા,૧૨ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર મહેશ તડવીને જોઇને એક ભાઇએ બૂમ પાડતા તે ગભરાઇને ભાગ્યો હતો. દોડતા દોડતા તે રોડ ક્રોસ કરતો હતો. તે સમયે વિશ્વામિત્રી બ્રિજ અવધૂત ફાટક પાસે એક કારની અડફેટે આવી ગયો હતો. મહેશને માથા, નાક, છાતી, ડાબા પગે ઇજા થઇ હતી. મહેશના પિતાની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલકની સામે ગુનો દાખલ કર્યો છે. જ્યારે ઇજાગ્રસ્ત મહેશ તડવીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News