Get The App

મકરપુરા જી.આઇ.ડી.સી.ની કંપનીમાં દારૃની મહેફિલ માણતા બે ઝડપાયા

સુપરવાઇઝર અને તેનો મિત્ર નશો કરેલી હાલતમાં મળ્યા : દારૃની બોટલ કબજે

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
મકરપુરા જી.આઇ.ડી.સી.ની કંપનીમાં દારૃની મહેફિલ માણતા બે ઝડપાયા 1 - image

 વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.ની ફેક્ટરીમાં દારૃની મહેફિલ માણતા સુપરવાઇઝર અને તેના મિત્રને માંજલપુર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, મકરપુરા જી.આઇ.ડી.સી.માં ગજ્જર એન્જિનિયરીંગ નામની કંપનીમાં બે વ્યક્તિઓ દારૃ પીવા માટે  બેઠા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રાતે સાડા નવ વાગ્યે રેડ કરી હતી. પોલીસને સ્થળ પરથી (૧) ભરતભાઇ નારાયણભાઇ  પંચાલ ( રહે. વીરામ - ૩, જાંબુવા, મકરપુરા, મૂળ રહે. માલોસણા ગામ, તા.વડગામ, જિ. બનાસકાંઠા ) તથા (૨) અલ્કેશ ધીરૃભાઇ વડગામા (રહે. કોરલવુડ્સ એપાર્ટમેન્ટ, તરસાલી) મળી આવ્યા હતા. બંને દારૃના નશામાં હતા. તેઓ પાસેથી દારૃની મહેફિલ માટેની સામગ્રી મળી આવી હતી.પોલીસે દારૃની  બોટલ કબજે લઇ બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અલ્કેશ વડગામા કંપનીમાં સુપરવાઇઝર છે અને ભરત પંચાલ તેનો મિત્ર છે.


Google NewsGoogle News