મહીસાગરના દેવદૂતોએ ફરી એક વાર પરિવારના ચાર સભ્યોની જિંદગી બચાવી
વડોદરાઃ મહીસાગર નદીમાં દેવદૂતો બની લોકોનો જીવ બચાવતા સ્થાનિક તરવૈયાઓએ એક પરિવારને બચાવી લીધું છે.
મહીસાગરને કાંઠે ફૂલો,પ્રસાદ કે ખાણી પીણીની લારી,કેબીનો ધરાવતા તરવૈયાઓ તેમજ નાવિકો વારંવાર દેવદૂત બનીને લોકોને બચાવી લેતા હોય છે.તાજેતરમાં જ આવી માનવસેવા કરનાર ૨૩ તરવૈયાઓના ગુ્રપનું નંદેસરી પોલીસ સ્ટેશનમાં એસીપી ડીજે ચાવડા અને પીઆઇ સ્વપ્નિલ પંડયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
તરવૈયાઓના ગુ્રપે અત્યારસુધીમાં ૧૫૦ થી વધુ જિંદગીઓને બચાવી હતી અને ૪૦૦ જેટલા મૃતદેહ કાઢી આપવાની માનવ સેવા કરી હતી.
સ્થાનિક તરવૈયાઓ દ્વારા બે દિવસ પહેલાં પણ એક પરિવારને બચાવી લેવામાં આવ્યું છે.પરિવારના ચાર સભ્યો ડૂબતાં તેમને બહાર કાઢી પ્રાથમિક સારવાર આપીને બચાવવામાં આવ્યા હોવાની માહિતી જાણવા મળી છે.