આશ્રમ શાળાના લંપટ શિક્ષકે ૧૬ વર્ષની વિદ્યાર્થિનીને પાછળથી પકડી લીધી
વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા તેની બહેન દોડી આવતા શિક્ષકે તેને છોડી દીધી : શિક્ષકની ધરપકડ
દાહોદ,દાહોદ જિલ્લા માં ફરીથી શિક્ષણ જગતને શરમાવે તેવો કિસ્સો બન્યો છે. જિલ્લાની એક આશ્રમશાળામાં ૧૬ વર્ષની વિદ્યાર્થિનીને આશ્રમશાળાના શિક્ષક દ્વારા બદ ઇરાદે પકડી લેતા વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા શાળામાં ભણતી તેની નાની બહેન અને અન્ય છોકરીઔઓ આવી જતા લપટ શિક્ષકે તેને છોડી દીધી હતી. બનાવની જાણ વિદ્યાર્થિનીના પરિવારને થતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવી શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લંપટ શિક્ષકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં થોડા સમય પહેલા જ એક આધેડ વયના શિક્ષકે છ વર્ષની બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારી હતી. જેના પગલે ભારે હોબાળો મચ્યો હતો. ફરી શિક્ષણ જગતને શરમાવે તેઓ એક કિસ્સો સામે આવતા દાહોદ જિલ્લા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તાલુકામાં આવેલ એક આશ્રમશાળાના શિક્ષકે પોતાની રસોઈ બનાવવા માટે શાળામાં ધોરણ.૯ માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને બોલાવી હતી. ૧૬ વર્ષની વિદ્યાર્થિની આશ્રમ શાળાના શિક્ષક માટે તેના રૃમમાં તેની સાથે ભણતી કાકાની છોકરી સાથે રોટલા બનાવતી હતી. તે વખતે આ આશ્રમ શાળાનો શિક્ષક રૃમની બહાર બેઠો બેઠો પેપર તપાસતો હતો . જમવા બનાવવા આવેલ વિદ્યાર્થિનીની સાથે આવેલ તેની બહેન કોઈ કામ અર્થે રૃમની બહાર ગઇ હતી. તે વખતે શિક્ષકે રૃમમાં જઈ દરવાજો અંદરથી બંધ કરી દીધેલ અને વિદ્યાર્થિનીને કહેવા લાગેલ કે, મારી સાથે સંબંધ બાંધીશ કે કેમ ? વિદ્યાર્થિનીએ ના કહેલ.જેથી, શિક્ષક રૃમમાં પાણી પી ને દરવાજો ખોલી રૃમની બહાર નીકળી લોબીમાં ચક્કર મારવા લાગ્યો હતો. થોડીવાર પછી ફરીથી શિક્ષક રૃમમાં આવ્યો હતો. વિદ્યાર્થિની ઉપર તેની દાનત બગડતા તેણે વિદ્યાર્થિનીને પાછળથી આવીને પકડી લીધી હતી. વિદ્યાર્થિનીએ ના પાડવા છતાં લંપટ શિક્ષકે આ વિદ્યાર્થિનીને બળજબરીથી પકડી રાખતા વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા તેની બહેન જે રૃમની બહાર ગઈ હતી તે આવી જતા શિક્ષકે વિદ્યાર્થિનીને છોડી દીધી હતી. ગભરાયેલી વિદ્યાર્થિની અને તેની બહેન બંને રૃમમાંથી બહાર નીકળી ભાગી ગઇ હતી. વિદ્યાર્થિની રડવા લાગતા તેની સાથે આ જ આશ્રમશાળામાં ભણતા તેના ભાઈ બહેન પણ દોડી આવ્યા હતા. ભાઈએ આ બનાવની જાણ ફોન દ્વારા તેના ઘરે તેના કાકા ને કરતા જ આ વિદ્યાર્થિનીનો પરિવાર આશ્રમ શાળા ખાતે દોડી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસ મથકે કરતા પોલીસે આ બનાવને અંગે છેડતી તેમજ એટ્રોસિટિ એક્ટ મુજબનો ગુનો નોંધી લપટ શિક્ષકને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.