વડોદરાની મહી નદીમાં પાણીની ઓછી આવક : પાણીનો કકળાટ, અઢી લાખ લોકોને અસર

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
વડોદરાની મહી નદીમાં પાણીની ઓછી આવક : પાણીનો કકળાટ, અઢી લાખ લોકોને અસર 1 - image

image : Freepik

વડોદરા,તા.30 સપ્ટેમ્બર 2023,શનિવાર

વડોદરા પાલિકાના પાણી પુરવઠા શાખા હેઠળના પંપિંગ સ્ટેશન ટાંકીઓ બુસ્ટિંગ સ્ટેશન ઉપર મહી નદીના સોર્સ પરથી પાણી મેળવવામાં આવે છે પરંતુ પૂરતા જથ્થામાં પાણી મળતું ન હોવાના કારણે શહેરના અઢી લાખ શહેરીજનોને પીવાનું પાણી સમય કરતાં મોડું અને ઓછા પ્રેશરથી કેટલાક દિવસ સુધી મળશે આ સ્થિતિ રાબેતા મુજબ થઈએથી કોઈપણ જાતની સૂચના વિના પાણીનો જથ્થો યથાવત મળતો રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા શાખા હસ્તકના પંપીંગ સ્ટેશન ટાંકીઓ બુસ્ટિંગ સ્ટેશન ઉપર મહી નદીના સોર્સ પરથી પાણી મેળવવામાં આવે છે મહી નદી ખાતેથી પૂરતા જથ્થામાં પાણી મળતું નહીં હોવાના કારણે શહેરમાં નોર્થ હરણી ટાંકી, કારેલીબાગ ટાંકી, દરજીપુરા બુસ્ટર, ખોડીયાર નગર બુસ્ટર, એરપોર્ટ બુસ્ટર, વારસિયા બુસ્ટર પર પાણીની ઓછી આવક થવાના કારણે નિયત જથ્થાથી ઓછું અને નિયત સમય કરતા મોડેથી પાણી વિતરણ કરવામાં આવશે. પરિણામે શહેરના વિવિધ વિસ્તારના અઢી લાખ શહેરીજનોને આ તકલીફ આગામી કેટલાક દિવસ સુધી રહેશે, પરંતુ પરિસ્થિતિ યોગ્ય થયા બાદ કોઈપણ જાતની જાણ વિના નિયત સમયે પૂરતા પ્રેસરથી પાણી આપવાનું ચાલુ કરાશે.


Google NewsGoogle News