દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યની વીજ માગમાં ઘટાડો
વડોદરાઃ દિવાળીના તહેવારોમાં ચારે તરફ રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો હતો.ઘરો અને મોટા બિલ્ડિંગો પર તો દર વર્ષની જેમ આ વર્ષે રોશની થઈ જ હતી પણ તેની સાથે સાથે વડોદરા સહિતના મોટા શહેરોમાં પણ કોર્પોરેશન દ્વારા ભવ્ય ડેકોરેશન કરાયું હતું.જોકે ચારે તરફ રોશની વચ્ચે પણ દિવાળીના તહેવારો દરમિયાન વીજ માગમાં ઘટાડો નોંધાયો છે.
દિવાળીના તહેવારોમાં દિવાળી બાદ બેસતા વર્ષ અને ભાઈબીજના પગલે ઉદ્યોગોની સાથે સાથે વેપાર-ધંધા પણ બંધ રહ્યા હતા અને તેના કારણે વીજ માગમાં ઘટાડો નોંધાયો હોવાનું ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના સૂત્રોનું કહેવું છે.૩૧ ઓકટોબરથી વીજ માગ ઘટી હતી અને પાંચ દિવસ સુધી રાજ્યની વીજ માગમાં ઘટાડો નોંધાવાનું ચાલું રહ્યું હતું.
ઔદ્યોગિક વીજ માગની વાત કરવામાં આવે તો ૩૦ ઓકટોબરના દિવસે ૧૫૭ મિલિયન યુનિટ વીજ માગ નોંધાઈ હતી અને તે ૨ નવેમ્બરે ઘટીને ૯૮ મિલિયન યુનિટ પર પહોંચી ગઈ હતી.સાથે સાથે ખેતી માટેની વીજ માગ, ઘરેલુ વીજ માગમાં પણ ઘટાડો નોંધાયો હતો.કારણકે ઘણા લોકો દિવાળી વેકેશનના કારણે ફરવા માટે ઉપડી ગયા હતા.ેકે પાંચ નવેમ્બર એટલે કે લાભ પાંચમના દિવસથી વેપાર ધંધા અને ઉદ્યોગો ફરી શરુ થતા વીજ માગમાં પુનઃ વધારો જોવા મળ્યો હતો.જેના કારણે પાંચ નવેમ્બરથી વીજ માગ ફરી ૩૦૦ મિલિયન યુનિટને પાર કરી ગઈ હતી.
કયા દિવસે કેટલી વીજ માગ રહી
તારીખ મેગાવોટ મિલિયન યુનિટ
૩૦ ઓકટોબર ૧૭૮૧૩ ૩૯૧
૩૧ ઓકટોબર ૧૫૨૫૬ ૩૧૮
૧ નવેમ્બર ૧૩૫૬૯ ૨૯૧
૨ નવેમ્બર ૧૨૬૪૬ ૨૭૮
૩ નવેમ્બર ૧૪૩૪૩ ૩૦૨
૪ નવેમ્બર ૧૬૫૩૨ ૩૩૮
૫ નવેમ્બર ૧૭૩૦૪ ૩૫૬