યુવતીને આપઘાત માટે દુષ્પ્રેરણા આપનાર પ્રેમી જેલભેગો
અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધના કારણે આરોપીએ લગ્નનો ઇનકાર કર્યો હતો
વડોદરા,ગોરવા વિસ્તારમાં રહેતી યુવતી સાથે બે વર્ષ સુધી પ્રેમસબંધ રાખ્યા બાદ લગ્નનો ઇનકાર કરી ગાળો ભાંડનાર પ્રેમીના કૃત્યથી યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં ગોરવા પોલીસે આરોપીને પકડી જેલ હવાલે કર્યો છે.
ગોરવા વિસ્તારમાં એક મહિના પહેલાં યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જે બનાવમાં યુવતીના પ્રેમી પારસિંગ રાઠવાએ જ ફોન કરીને યુવતીના પરિવારજનોને જાણ કરી હતી.પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોએ યુવતીનો અંતિમ સંસ્કાર કર્યા હતા.
યુવતીના ભાઇએ બહેનના મોબાઇલને ચાર્જ કરી ચેક કરતા જાણવા મળ્યું હતું કે, બનાવના દિવસે પારસિંગ ર ાઠવાના પાંચ ફોન આવ્યા હતા. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતુ ંકે, પારસિંગ અને યુવતી વચ્ચે બે વર્ષથી પ્રેમ હતો અને લગ્નની માનતા કરી હતી.પરંતુ પારસિંગ બીજી યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. જેથી, યુવતીએ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે ગોરવા પી.આઇ. કે.એન.લાઠિયાએ આરોપી પારસિંગ રાઠવા(ચિસાડીયા ગામ, તા.ક્વાંટ,છોટાઉદેપુર)સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
ોે