Get The App

મતદાનની પૂર્વ તૈયારી પૂર્ણ : વડોદરામાં EVM અને VVPAT સહિત ચૂંટણીની સામગ્રી વિતરણ કરવામાં આવી

Updated: May 6th, 2024


Google NewsGoogle News
મતદાનની પૂર્વ તૈયારી પૂર્ણ : વડોદરામાં EVM અને VVPAT સહિત ચૂંટણીની સામગ્રી વિતરણ કરવામાં આવી 1 - image

image : Twitter

Lok Sabha Election : 18મી લોકસભાની આવતીકાલે  યોજાનાર સામાન્ય ચૂંટણી માટે 145 માંજલપુર વિધાનસભામાં આવેલ 218 મતદાન મથકો પર હથિયારધારી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયામાં સહભાગી સ્ટાફને મતદાન માટે ઇવીએમ અને વિવિપેટ સહિતની સામગ્રી વિતરણ કરવામાં આવી ત્યારબાદ તેમને બસ અને કારમાં રવાના કરવામાં આવ્યા. આવતી કાલે યોજાનાર લોકસભાની ચુંટણી માટે મતદાન માટે જરૂરી સામગ્રી વિતરણ એ.આર.ઓ. અમિત પરમારના માર્ગદર્શન હેઠળ સવારથી શરૂ કરવામાં આવ્યું હતું. માંજલપુર વિધાસભાના 218 મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયામાં જોડાયેલ 960 જેટલા અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ તેમના મતદાન મથકે જવા માટે 41 બસોમાં રવાના થયા હતાં. ઉનાળાની કાળઝાળ ગરમીને લઈ સ્ટાફ માટે લીંબુ શરબત અને ઓ.આર.એસ.ની કીટની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બસ સાથે ઝોનલ ઓફિસર અને હથિયારધારી પોલીસ કર્મચારી મુકવામાં આવ્યા છે. માંજલપુર વિધાનસભામાં મતદાન પ્રક્રિયામાં 2000 જેટલા અધિકારીઓ કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓ સંકળાયેલા છે.


Google NewsGoogle News