Get The App

વડોદરા પોલીસ દ્વારા લોક દરબાર : વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
વડોદરા પોલીસ દ્વારા લોક દરબાર : વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ 1 - image


Vadodara Police Lokdarbar : વડોદરામાં મકરપુરા વિસ્તારમાં આવેલા ONGC કોમ્યુનિટી હોલ ખાતે પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરાયું હતું. જેમાં 65 લાભાર્થીઓને જુદી-જુદી બેંકના અધિકારીઓ મારફતે રૂપીયા 1,22,73,000ની રકમના લોન સેકશન લેટર આપવામાં આવ્યા હતા. ઉપરાંત વ્યાજખોરના દૂષણમાં ફસાયા હોય તો પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરાઈ હતી.

વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે નાણાં ધિરાણ અંગેની પ્રવૃતિઓ ચાલતી હોવાના કારણે જાહેર જનતાને ઉંચા વ્યાજદરે વ્યાજ ચુકવવુ પડતુ હોય છે. આવા વ્યાજના વિષચક્રમાં ફસાઈ જવાના કારણોસર કેટલીકવાર વ્યાજખોરના દબાણના કારણે ભોગ બનનાર આત્મહત્યા કરી લેવા હોવાના કિસ્સાઓ બનતા હોય છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાના રાજ્યના ડી.જી.પી. તરફથી તા.21/06/2024 થી તા.31/07/2024 સુધી વ્યાજખોરો વિરૂધ્ધની ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સુચના આપી હતી.

જે આધારે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે નાણા ધિરધારનો ધંધો કરતા હોય તેવા ઇસમો ઉપર ખાસ ડ્રાઇવનુ આયોજન કર્યું છે. આ ડ્રાઇવ દરમ્યાન ભોગબનનાર મુક્ત મને પોતાની રજુઆત કરી શકે સાથે સરકારની જુદી- જુદી નાણાંકીય યોજનાઓની માહીતી જાહેર જનતા સુધી પહોંચાડી શકાય તે હેતુસર વડોદરા શહેરમાં ઝોન-3 અધિક પોલીસ કમિશ્નર ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ મકરપુરા, માંજલપુર, કપુરાઇ, પાણીગેટ, વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નાગરીકો વ્યાજખોરો વિરૂધ્ધ પોતાની રજુઆત કરી શકે તે માટે 11 જુલાઈ ના રોજ મકરપુરા વિસ્તારમાં આવેલા ONGC કોમ્યુનિટી હોલ ખાતે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં લોક દરબાર હતો. જેમાં વડોદરા અધિક પોલીસ કમિશ્નર ડો.લીના પાટીલ ઝોન-3 તથા નાયબ પોલીસ કમિશ્નર જુલી કોઠીયા, ઝોન-1 તથા નાયબ પોલીસ કમિશ્નર અભય સોન, ઝોન-2, પન્ના મોમાયા ઝોન-4 તથા યુવરાજસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાંચ તથા નાણાધિરધાર કચેરીના અધિકારી તથા ઓએનજીસીના ડાયરેકટર તથા 500 નાગરીકો  ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશ્નરે પ્રજાજનો આવા દુષણનો ભોગ બનેલ હોય તો અત્યારે પોલીસનો સંપર્ક કરી સ્થળ ઉપર કાર્યવાહી કરવા જણાવ્યું હતું તેમજ જાહેર નાગરીકોને પોલીસ દ્વારા તેઓની જરૂરી મદદ કરીને બેંક પાસેથી લોન અપાવવા જરૂરી કાર્યવાહી કરી નાગરીકોને બેંક પાસેથી લોન મંજુર કરાવવા લગતની કાર્યવાહી કરી કુલ-65 લાભાર્થીઓને જુદી-જુદી બેંકના અધિકારીઓ મારફતે રૂપીયા 1,22,73,000ની રકમના લોન સેકશન લેટર આપવામાં આવ્યા હતા.


Google NewsGoogle News