વડોદરાના નવાપુરા બોરડી ફળિયામાં દોઢ મહિનાથી દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન : આંદોલનની ચીમકી
Dirty Water Vadodara : વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના નામે વાહ વાહ લૂંટી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 13 નવાપુરામાં આવેલ બોરડી ફરિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી દુર્ગંધ અને દૂષિત પાણી લોકો ત્રસ્ત થઈ ગયા છે સ્થાનિક લોકોએ અનેક વખત વોર્ડ નંબર 13 ના ભાજપના નગરસેવકોને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ કોંગ્રેસના નગરસેવક બાબુભાઈ સુર્વેને સ્થળ પર બોલ્યા હતા અને સમસ્યા બતાવવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સર્વેએ કોર્પોરેશનના અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો ત્યારે અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપ્યા હતા ગટરમાં ડ્રેનેજનું પાણી દુર્ગંધ થી લોકો બીમાર પડી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ આ સમસ્યા દૂર ન થાય તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.