વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખતા એમ.એસ.યુનિવર્સિટી ખાતે માનવ સાંકળ રચી વિરોધ કર્યો

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખતા એમ.એસ.યુનિવર્સિટી ખાતે માનવ સાંકળ રચી વિરોધ કર્યો 1 - image


M S University Vadodara : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 75 ટકાએ પ્રવેશ અટકી જતા 2000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોને સંલગ્ન કરવાના કરાયેલા નિર્ણયને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ હોવાના આક્ષેપો સાથે યુનિ.ના એજીએસયુ દ્વારા માનવ સાંકળનો આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે યુનિ. તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચાર કરવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે મ.સ.યુનિની કોમર્સ ફેકલ્ટીમાં ધો.12 પાસ વિદ્યાર્થીઓનું એડમિશન 75 ટકાએ અટક્યું છે. જ્યારે બાકીના 2000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે વલખા મારી રહ્યા છે. જોકે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોને સંલગ્ન કરવાના લેવાયેલા નિર્ણયથી વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. 

આ અંગે વિદ્યાર્થીઓનું સ્વયંભૂ આંદોલન શરૂ થયું છે ઉપરાંત મ.સ.યુનિના વિવિધ સંગઠનો સહિત પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અને સેનેટ સભ્યો દ્વારા આંદોલન શરૂ કરાયું છે. જેમાં જુદા જુદા સંગઠનો દ્વારા રોજેરોજ આશ્ચર્યજનક કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં આજે વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા પ્રવેશથી વંચિત અને તેમના વાલીઓની વિશાળ માનવ સાંકળ રચવામાં આવી હતી અને યુનિ. તંત્ર વિરુદ્ધ બારે સૂત્રોચાર કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News