Get The App

વડોદરામાં આજવા રોડ વિસ્તારમાં 62 સોસાયટીમાં પાણી નહીં મળતા સ્થાનિક રહીશોનો વુડા કચેરી ખાતે મોરચો

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
વડોદરામાં આજવા રોડ વિસ્તારમાં 62 સોસાયટીમાં પાણી નહીં મળતા સ્થાનિક રહીશોનો વુડા કચેરી ખાતે મોરચો 1 - image


Vadodara Water Protest : વડોદરા શહેર આજવા રોડ તથા સિગ્મા કોલેજ પાસે વુડા વિસ્તારમાં આવેલી 62 સોસાયટીઓમાં પાણીના મળવાને મુદ્દે સોસાયટીના રહીશો આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં વુડા ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બિલ્ડરો દ્વારા નવી સોસાયટીઓ બનાવવામાં આવી ત્યારે બિલ્ડરો પાણી પૂરું પાડતા હતા. ત્યારબાદ બિલ્ડરો અને વુડા વચ્ચે કરાર મુજબ વુડા તરફથી દરરોજ પાંચ એમએલટી પાણી પૂરું પાડવામાં આવતું હતું અને બે વર્ષ સુધી સોસાયટીમાં પાણીનું વિતરણ થયું હતું.

પરંતુ છેલ્લા છ મહિનાથી પાણીનું વિતરણ ન થવાને કારણે સોસાયટીના રહીશો પોતાના સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવતા હતા. 62 સોસાયટીના રહીશો વારંવાર રજૂઆત કરવા છતાં પણ વુડામાંથી પાણી ન મળતા આજરોજ વુડા ઓફિસ ખાતે આવી સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. જ્યારે એક્ઝિક્યુટ એન્જિનિયરને રજૂઆત કરી હતી તે દરમિયાન રહીશો અને તેમના વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા.


Google NewsGoogle News