વડોદરામાં વ્યાજખોર ટોળકીના ત્રાસથી લોન કન્સલ્ટન્ટનો આપઘાતનો પ્રયાસ
- વ્યાજખોરોના ત્રાસથી ફિનાઈલ પીને લોન કન્સલ્ટન્ટ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો લોન કન્સલ્ટન્ટની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે વ્યાજખોર ટોળકી સામે ગુનો દાખલ કર્યો છે
વડોદરા,તા.06 ફેબ્રુઆરી 2024,મંગળવાર
વડોદરામાં ગોત્રી રોડ પરમ પેરેડાઇઝમાં રહેતા તેજસ મહેન્દ્રભાઈ ભટ્ટ લોન ધંધો કરે છે. તેઓ બેન્કિંગ ફાઇનાન્સ લોન બેન્કિંગ ફાઇનાન્સના માધ્યમથી લોન લેવા ઇચ્છતા લોકોને માહિતી આપે છે ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો ન હોય તેવા લોકોને પ્રાઇવેટ ફાઇનાન્સરો લોન આપતા હોય છે. કોર્પોરેશનમાં નોકરી કરતો હિતેશ સોલંકી ડિસેમ્બર 2020 મારા ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે ફતેપુરા ચાર રસ્તા સોમનાથમાં એવન્યુમાં ઓફિસ ધરાવતા ઘનશ્યામ ફુલ બાજે વ્યાજ રૂપિયા આપે છે. તેની સામે બે કોરા ચેક અને લખાણ લઈ લે છે તેની સાથે કામ કરતા કુણાલ ચૌહાણ કિરણ માછી ક્રિષ્ના કહાર અને સન્ની ધોબી મારફતેથી કામ કરાવે છે તેઓની પાસેથી લખાણ કરાવે છે અને પોતે લખાણ કે કોરા ચેક લેતો નથી.
ત્યારબાદ હું હિતેશની સાથે ઘનશ્યામની ઓફિસે મળવા ગયો હતો. ઘનશ્યામએ મને કહ્યું હતું કે જે ગ્રાહકોને નાણા ધિરાણ કરું છું તેમની પાસેથી ચાર ટકા વ્યાજ લઉં છું અને સિક્યુરિટી ખોરાક છે. તને લખાણ પણ લઉં છું મૂડી તથા વ્યાજ ચૂકતે થયા પછી લખાણ અને ચેક આપી દઉં છું. ડિસેમ્બર 2020 થી સપ્ટેમ્બર 2021 સુધીમાં 30 જેટલા ગ્રાહકોને ઘનશ્યામ તથા તેની સાથે કામ કરતા માણસોને પાસે મોકલી આપ્યા હતા. 21 લાખની લોન બે થી ચાર ટકા અને વ્યાજે અપાવી હતી અને ગ્રાહકો નિયમિત ચુકવણી ના કરે તો 10% જેટલું વ્યાજ તે વસૂલ હતો સપ્ટેમ્બર 2021માં હું ઘનશ્યામ ફુલ બાજુની ઓફિસે જઈ રૂ.3,00,000 મારી જરૂરિયાત માટે ચાર ટકાના વ્યાજે લાવ્યો હતો. તેની સામે ચેક અને લખાણ આપ્યા હતા આ રૂપિયા આપવામાં મોડું થતા ઘનશ્યામ ફુલ બાજે મને તેની ફતેપુરાની ઓફિસે બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બીજા કોરા ચેક દસ લાખના લખાણવાળા લઈ લીધા હતા. ત્રણ લાખની સામે મેં અંદાજે 25 લાખ જેટલા રૂપિયા ચૂકવ્યા છે તેમ છતાં તેઓ મારા ડોક્યુમેન્ટસ અને ચેક પાછા આપતા નથી. તેના માણસ ક્રિષ્ના કહારને મારો માંજલપુર વાળો ફ્લેટ લખી આપ્યો હતો. તેમ છતાં મારા દસ્તાવેજ અને ચેક તે પરત કરતા નથી અને વારંવાર વધુ રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપે છે. તેઓના ત્રાસથી કંટાળીને મેં બાલાજી રેસ્ટોરન્ટ પાસે ખુલ્લી સાઈડ નજીક ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો.