એલ એન્ડ ટી સર્કલ નજીક જલારામ નગરમાંથી દોઢ લાખનો દારૃ પકડાયો
કિશનવાડીમાંથી ૧૫ હજારનો દારૃ, બિયરનો જથ્થો કબજે
વડોદરા,એલ એન્ડ ટી સર્કલ નજીક જલારામ નગર નજીક ભાડાના મકાનમાંથી પોલીસે દોઢ લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો છે.
પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ નજીક જલારામ નગરમાં રહેતો અનિલ બાબજીભાઇ ખાંડેકર અને અનિકેત ઉર્ફે અનુરાગ સંતોષભાઇ દલવી ભેગા મળીને દારૃનો ધંધો કરે છે અને હાલમાં ભાડાના મકાનમાં દારૃ સંગ્રહ કરીને વેચાણ કરી રહ્યા છે. જેથી, પીસીબી પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા વિદેશી દારૃની ૩૮૩ બોટલ કિંમત રૃપિયા ૧.૫૩ લાખનો મળી આવ્યો હતો. જ્યારે આરોપીઓ મળી આવ્યા નહતા.
જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, કિશનવાડી રામ ફળિયામાં રહેતા નિરૃબેન સંજુભાઇ કહાર તથા તેમનો દીકરો રાજ કહાર ભેગા મળીને દારૃનો ધંધો કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા પાણીની ટાંકીમાં સંતાડી રાખેલો દારૃનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૃ, બિયર અને દેશી દારૃ મળીને કુલ રૃપિયા૧૫,૯૬૦ નો શરાબનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે નિરૃબેન કહારને વોન્ટેડ જાહેર કર્યા હતા.