Get The App

વડોદરાના બીલ ગામે પીકઅપ વાનમાંથી પોણા નવ લાખનો દારૃ મળ્યો,ડ્રાઇવર ફરાર

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
વડોદરાના બીલ ગામે પીકઅપ વાનમાંથી પોણા નવ લાખનો દારૃ મળ્યો,ડ્રાઇવર ફરાર 1 - image

વડોદરાઃ વડોદરાના બીલ ગામે પોલીસે પીક અપ વાનને ઝડપી પાડી તેમાંથી દારૃની બોટલો ભરેલા ૧૪  બોક્સ કબજે કર્યા હતા.પોલીસે વાનના માલિકની અટકાયત કરી ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કર્યો છે.

બીલ ગામના માર્કેટ નજીક હરિયાણા પાસિંગની એક પીકઅપ વાનને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસતાં અંદરથી ૧૪ બોક્સ મળી આવ્યા હતા.જે ખોલતાં દારૃની જુદીજુદી બ્રાન્ડની કુલ રૃ.૮.૭૪ લાખની કિંમતની ૪૪૪ નંગ બોટલો મળી આવી હતી.

પોલીસે વાન પાસે ઉભેલા વાનના માલિક રામપાલ શ્રીચંદ સાંગવાન(ધાસના, જિ.ચૂરુ,રાજસ્થાન)ની અટકાયત કરી પૂછપરછ કરતાં ડ્રાઇવર સંજયકુમાર જાટ (સીકર,રાજસ્થાન) વાન લાવ્યો હોવાની અને વડોદરામાં કોઇને ફોન કર્યા પછી માલની ડિલિવરી આપવાની હોવાની વિગતો ખૂલી હતી.

જેથી પોલીસે ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કરી પીકઅપ વાન,મોબાઇલ અને દારૃનો જથ્થો મળી કુલ રૃ.૧૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


Google NewsGoogle News