વડોદરાના ફતેગંજમાં બિનવારસી પડેલી ગાડીમાંથી 33 હજારના દારૂ મળ્યો

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
વડોદરાના ફતેગંજમાં બિનવારસી પડેલી ગાડીમાંથી 33 હજારના દારૂ મળ્યો 1 - image

image : Freepik

વડોદરા,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર

ફતેગંજ ઈએમઈ કમ્પાઉન્ડના કોટ પાસે બિન વારસી પડેલા સ્કોર્પિયો ગાડીમાંથી 33 હજારના વિદેશી દારૂ મળ્યો હતો. જોકે ગાડીમાં કોઇ હજાર ન હતું. જેથી પોલીસે દારૂ અને ગાડી મળી 2.13 લાખનો મુદ્દમાલ કબજે કર્યો છે.

શહેરના ફતેગંજ વિસ્તારમાં પોલીસના માણસો પેટ્રોલિંગની કામગીરી રહ્યા હતા. દરમિયાન ઇએમઇ કમ્પાઉન્ડ પાસે આવતા એક સ્કોર્પિયો કાર બિનવારસી હાલતમાં પડેલી હતી. જેથી પોલીસના માણસોને શંકા જતા સ્ટાફે ગાડીમાં તપાસ સીટની ઉપર અને નીચ સંતાડી રાખેલો 33 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ અને સ્કોર્પિયો ગાડી 1.80 લાખ મળી 2.13 લાખનો મુદ્દામાલ કબજે કરી ગાડી કોની તે દિશામાં તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News