વડોદરાના વડસર ગામમાં ઓરો હાઈટ્સ ફ્લેટમાંથી 3.03 લાખનો દારૂ કબજે

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
વડોદરાના વડસર ગામમાં ઓરો હાઈટ્સ ફ્લેટમાંથી 3.03 લાખનો દારૂ કબજે 1 - image

image : Freepik

- વડસર ગામમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારનાર બુટલેગરને પીસીબી પોલીસે ઝડપી પાડી રૂ.3.03 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો છે જ્યારે દારૂ મોકલનાર સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે વડસર ગામ રોડ પર આવેલ ઓરો હાઈટ્સમાં રહેતો અર્જુન ઉર્ફે સન્ની મારવાડી વિદેશી દારૂનો ધંધો કરે છે અને થોડીવાર પહેલા તેને ઇંગ્લિશ દારૂનો જથ્થો ફોરવીલ ટેમ્પામાં મંગાવ્યો છે અને મજૂરો મારફતે ઓરો હાઇટ્સ બી ટાવરની આગાસી પર ઉતાર્યો છે. તે પૈકી કેટલોક દારૂ તેણે પોતાની કારમાં ભર્યો છે અને ગ્રાહકોને આપવા માટે નીકળવાનો છે. જેથી પીઆઇ એસ.ડી.રાતડાની સૂચના મુજબ સ્ટાફના એ.એસ.આઇ.હરિભાઈ તથા અન્ય જવાનોએ ઉપરોક્ત સ્થળે રેડ પાડતા અર્જુનને મારવાડી ઝડપાઈ ગયો હતો. સન્ની વિરુદ્ધ માંજલપુરમાં 19 ગુનાઓ દાખલ થયા છે. આ ઉપરાંત વલસાડમાં પણ તેની સામે ગુનો દાખલ થયો છે. દારૂનો જથ્થો મોકલનાર નીરવ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યું છે પોલીસે દારૂની નાની અને મોટી બોટલો મળીને 3.03 લાખનો દારૂ કબજે કર્યો છે, તથા બે મોબાઈલ, કાર અને પ્લાસ્ટિકના બેરલ મળીને કુલ 5.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News