હોટલ સતલુજના કંપાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી ૨૭.૩૬ લાખનો દારૃ મળ્યો

ટ્રકમાં ફિટ કરેલી જીપીએસ પણ પોલીસે કબજે લીધી

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
હોટલ સતલુજના કંપાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી ૨૭.૩૬ લાખનો દારૃ મળ્યો 1 - image

વડોદરા,નેશનલ હાઇવે - ૪૮ પર ભરૃચથી વડોદરા આવતા રસ્તામાં આવેલી હોટલ સતલુજનો કંપાઉન્ડમાં પાર્ક થયેલી ટ્રકમાંથી પોલીસે ૨૭.૩૬ લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો છે.

એલ.સી.બી.પોલીસને માહિતી મળી હતી કે, બંધ બોડીના ટર્બો ટ્રકમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને ડ્રાઇવર સુરત તરફથી વડોદરા તરફ આવવાનો છે. આ ટ્રક હાલમાં નેશનલ હાઇવે - ૪૮ પર ભરૃચથી વડોદરા આવતા રસ્તામાં આવેલી હોટલ સતલુજનો કંપાઉન્ડમાં પાર્ક થયેલી છે. જેથી, પી.આઇ.કૃણાલ પટેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ટ્રક મળી આવી હતી. ડ્રાઇવરનું કેબીન બંધ હતું. હોટલમાં અને આસપાસ તપાસ કરતા ડ્રાઇવર મળી આવ્યો નહતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા કાપડના થેલાઓની આડમાં વિદેશી દારૃ ભરેલી પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૃની ૧૨,૨૪૦ બોટલ કિંમત રૃપિયા ૨૭.૩૬ લાખની મળી આવી હતી. પોલીસે ટ્રક, દારૃ તથા ટ્રકમાં ફિટ કરેલી જીપીએસ   મળીને કુલ રૃપિયા ૩૭.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News