Get The App

તારાપુર નજીકથી કન્ટેનરમાંથી 16.27 લાખનો દારૂ ઝડપાયો

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
તારાપુર નજીકથી કન્ટેનરમાંથી 16.27 લાખનો દારૂ ઝડપાયો 1 - image


મોટી કેનાલ પાસે એલસીબીનો દરોડો

એલ્યુમિનીયમના ટીનની ખોટી બીલ્ટી બતાવનાર ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધાયો

આણંદ, તારાપુર: તારાપુર-ધર્મજ રોડ પર આવેલી મોટી કેનાલ નજીકથી એલસીબીએ કન્ટેનરમાંથી રૂ.૧૬.૨૭ લાખની કિંમતની વિદેશી દારૂની ૯,૮૫૨ બોટલો સાથે કન્ટેનર ડ્રાઈવરને ઝડપી પાડયો હતો. પોલીસે કુલ રૂ.૨૬.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

 આણંદ એલસીબી પોલીસે બાતમીના આધારે તારાપુર ગામની સીમમાં મોટી કેનાલ નજીક તારાપુર-ધર્મજ રોડ ઉપરથી એક શંકાસ્પદ કન્ટેનરને રોકીને ડ્રાઇવરની પૂછપરછ કરતા ડ્રાઈવરે એલ્યુમિનીયમના ટીન ભરેલા હોવા અંગેની બીલ્ટી બતાવી હતી પરંતુ એલસીબીને ચોક્કસ માહિતી હોવાથી કન્ટેનર ખોલી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. 

જેથી કન્ટેનરને તારાપુર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યું હતું. જ્યાં ગણતરી કરતા ૩૮૦ બોક્સમાં વિદેશી દારૂની રૂ.૧૬,૨૭,૦૮૦ની કિંમતની ૯,૮૫૨ બોટલો મળી આવી હતી. એલસીબીએ દારૂનો જથ્થો તથા કન્ટેનર અને એક મોબાઇલ મળી રૂ.૨૬,૩૨,૦૦૦નો મુદ્દામાલ કબજે લઈને કન્ટેનરના ડ્રાઇવર વિજય બંડા ઉજના ધનગર (રહે. ઓએનજીસી નજીક, કોલ્હાપુર, મહારાષ્ટ્ર) વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.  તારાપુર પોલીસને અંધારામાં રાખીને આણંદ એલસીબીએ ૩૦ દિવસમાં બીજી વખત વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. ગત તા.૧૫ ડિસેમ્બરના રોજ પણ આણંદ એલસીબીએ તારાપુર સ્ટેટ હાઇવે પર આવેલી આ જ મોટી કેનાલ પરથી સિમેન્ટનાં ટેન્કરની આડમાં લઈ જવાતો ૧૧,૫૮૦ બોટલ દારૂ સહિત રૂ.૬૯.૨૧ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. ત્યારે તારાપુરમાં સાંજના સમયે મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. 



Google NewsGoogle News