રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઠાલવવાનું નેટવર્ક : દારૂનો જથ્થો ભરેલ આઈસર ગાડી કરજણ ટોલ નાકા પાસેથી ઝડપાઇ
- રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ જ્યારે દારૂ ભરાવનાર સાંચોરનો શખ્સ ફરાર
વડોદરા તા.9 નવેમ્બર 2022,બુધવાર
ચૂંટણી ટાણે દારૂનો જથ્થો ઠાલવવાનો કારસો જિલ્લા પોલીસે ફરી નિષ્ફળ બનાવ્યો છે. કરજણ તાલુકાના નેશનલ હાઇવે પરના ભરથાણાં ટોલ પ્લાઝા પાસે મોડી રાત્રે પોલીસે વોચ ગોઠવી એક આઇસર ટેમ્પોને રોકી તપાસ કરતા દારૂની 9264 બોટલો ભરેલી 625 પેટીઓ મળી હતી પોલીસે રૂ.36.91 લાખનો દારૂનો જથ્થો, બે મોબાઇલ અને આઇસર ગાડી મળી કુલ 46.99 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાયતું તાલુકાના ધતરવાળા ગામના આઇફાનરામ જેહારામ જાટ અને વિચનસિંગ લાલસિંહ રાવણાને ઝડપી પાડ્યા હતા. જયારે દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોર તાલુકામાં રહેતા રાજુરામ જાટે ભરાવી આપ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.