વડોદરા પાસે માર્બલ પાવડરની ગુણોની નીચે છુપાવીને દારૂની હેરાફેરી, 18.24 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
વડોદરા પાસે માર્બલ પાવડરની ગુણોની નીચે છુપાવીને દારૂની હેરાફેરી, 18.24 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ 1 - image

image : Freepik

Vadodara Liquor Smuggling : વડોદરા તરફથી દારૂનો જથ્થો ભરેલી રાજસ્થાન પાસિંગની એક ટ્રક ભરૂચ તરફ જવાની છે તેવી માહિતીના આધારે જિલ્લા પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વરણામાં નેશનલ હાઇવે ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. દરમ્યાન બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકી તપાસ હાથ ધરી હતી. ટ્રકમાં માત્ર ડ્રાઇવર હોવાથી તેની પૂછપરછ કરતા શરૂઆતમાં ગલ્લા તલ્લા કર્યા હતા. બાદમાં ટ્રકમાં તપાસ કરતા માર્બલ પાવડરની આડમાં છુપાવેલી દારૂની પેટીઓ મળી હતી.

માર્બલ પાવડરની 1000 થેલી, દારૂની પેટીઓ અને ટ્રક મળી 18.24 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ડ્રાઇવર ગોરધન સિંહ લખમણસિંહ પવાર રહે કુંભલગઢ રાજસ્થાનની ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News