ગોવાથી ગુજરાતમાં દારૂ ઠાલવવાનું નેટવર્ક : ટેન્કરમાં બનાવેલા ચોરખાનામાંથી 44 લાખની દારૂની બોટલો મળી

Updated: May 28th, 2024


Google NewsGoogle News
ગોવાથી ગુજરાતમાં દારૂ ઠાલવવાનું નેટવર્ક : ટેન્કરમાં બનાવેલા ચોરખાનામાંથી 44 લાખની દારૂની બોટલો મળી 1 - image


Liqour Smuggling in Vadodara : વડોદરાથી અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઈવે પરથી એક ટેન્કરમાં દારૂનો જથ્થો લઈને કેટલાક કેરિયરો પસાર થઈ રહ્યા છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીએ ગઈ રાત્રે એક્સપ્રેસ હાઈવે પર આજોડ ગામની સીમમા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબની ટેન્કર આવતા પોલીસે તેમાં તપાસ શરૂ કરી હતી. ટેન્કરમાં એક માત્ર ડ્રાઇવર હતો તેનું નામ પૂછતા ચાંદમલ મીના રહે ઉદેપુર રાજસ્થાનનો જાણવા મળ્યું હતું. તેની પૂછપરછ કરતા ટેન્કરમાં દારૂનો જથ્થો ભર્યો હોવાની કબુલાત કરી હતી.

પોલીસે ટેન્કરમાં તપાસ કરતા એક મોટું ચોરખાનું મળ્યું હતું. આ ચોરખાનામાં તપાસ કરતા 44.83 લાખનો દારૂનો મોટો જથ્થો જણાયો હતો પોલીસે દારૂના જથ્થા સાથે કુલ 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડ્રાઇવરની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ગોવાની બોર્ડર પાસેથી એક પંજાબી હોટલ પાસે મને દારૂ ભરેલી ટેન્કર આપી હતી અને ગુજરાતમાં દારૂનો જથ્થો લઈ જવા જણાવેલ તેમજ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આવ્યા બાદ રાજુ નામના એક શખ્સને ફોન કરવાનો હતો. પોલીસે દારૂના આ જથ્થા અંગે વધુ તપાસ શરૂ કરી છે

.



Google NewsGoogle News