વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર લાકડાંના બૉક્સ, બેરલોની આડમાં ટ્રકમાં દારૂની હેરાફેરી ઝડપાઈ
Liquor Smuggling in Gujarat : વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરવડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર જિલ્લા પોલીસનો સ્ટાફ વોચમાં હતો ત્યારે ગઈ રાત્રે એક ટ્રક આવતા તેની તપાસ હાથ ધરી હતી. ટ્રકમાં સૌપ્રથમ લાકડાના બોક્સ અને ડ્રમ તેમજ બેરલો જણાયા હતા. આ અંગે પોલીસને બાતમીના આધારે વધુ તપાસ હાથ ધરતા ટ્રકમાંથી દારૂની 2045 નંગ બોટલો મળી હતી. જે અંગે પોલીસે ડ્રાઇવર અનીસ સિરદાર મેવાતી અને ક્લીનર સમયદિન હનીફ મેવાતી બંને રહે રાજસ્થાનની ધરપકડ કરી હતી. પોલીસે દારૂનો જથ્થો, ટાટા ગાડી, બે મોબાઈલ, લાકડાના બોક્સ, ડ્રમ અને બેરલો મળી કુલ 57 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી હરિયાણા પાસિંગની ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.